AHMEDABAD :  ISISના છેડા મળતા ગુજરાતના ચાર જિલ્લાઓમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજેન્સી - NIAએ દરોડા પાડ્યા છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, ભરૂચ, નવસારીમાં NIAએ દરોડા પડી તપાસ શરૂ કરી છે. સુરત, ભરૂચના આમોદ, અને કંથારિયામાં શકમંદોની પૂછપરછ કરવામાં આવી છે તેમજ નવસારીના ડાભેલ ગામની મદરેસામાં ભણતા 4 વિદ્યાર્થીઓને ઉઠાવ્યા હોવાના સમાચાર  છે, જેમને તપાસ માટે સુરત લઇ જવામાં આવ્યાં છે. આ સાથે અમદાવાદમાં મદ્રેસા સ્કૂલમાંથી બે શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. 


ભરૂચના આમોદમાં પિતા-પુત્રની પૂછપરછ 
ભરૂચ જિલ્લાના આમોદમાં મૌલાના અમીન અને તેના પિતાની પુછપરછ કરવામાં આવી છે. ઈન્ટરનેશનલ કોલ ટ્રેસિંગના આધારે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. દરોડામાં NIAને ઘણા દસ્તાવેજો અને પુરાવા મળ્યા છે. 


નવસારીમાં  મદરેસામાં ભણતા 4 વિદ્યાર્થીઓને ઉઠાવ્યા 
NIAએ નવસારીના ડાભેલ ગામની મદરેસામાં ભણતા 4 વિદ્યાર્થીઓને ઉઠાવ્યા હોવાની વાત છે.સોશ્યલ મીડિયામાં કરેલા મેસેજને આધારે NIA, ATS  અને સેન્ટ્રલ આઈબીએ કાર્યવાહી કરી હોવાની માહિતી મળી રહી છે. આ ચારેય વિદ્યાર્થીઓને સુરત લઈ ગયા હોવાની વાત છે, જો કે સત્તાવાર માહિતી સામે નથી આવી. 




અમદાવાદના શાહપુરમાં તપાસ ચાલુ
ઇમદાદઉલ્લા  સ/ ઓ અબ્દુલ સત્તાર શેખ રહે.39, ત્રીજો માળ,નંદન સોસાયટી ગેટ.02 શાહપુર અમદાવાદ શહેરની તાપસ શરૂ છે. આ ઉપરાંત હમાર અને ઇકબાલ બન્નેની મદરેસા સ્કૂલમાંથી ધરપકડ કરવામાં આવી.  અમાર નામનો ત્રીજો દીકરો રોજ રાત્રે આવતો અને સવારે જતો રહેતો હતો તેવી સૂત્રો દ્વારા માહિતી મળી છે. 


આતંકવાદી ગતિવિધિઓનું કનેક્શન સામે આવ્યું
દરોડા પાડવામાં આવેલા સ્થળો સાથે આતંકવાદી ગતિવિધિઓનું કનેક્શન સામે આવ્યું છે. NIAએ 25 જૂને ISIS સાથે જોડાયેલી ગતિવિધિઓને લઈને આ કેસ નોંધ્યો હતો.IPCની કલમ 153-A, 153-B અને UA (P) એક્ટની કલમ 18, 18B, 38 અને 40 હેઠળ આજે આ કાર્યવાહી કરવામાં આવી છે.