અમદાવાદઃ અમદાવાદ શહેરના પશ્ચિમ અને નવા પશ્ચિમના વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધી જતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રાતના 10 વાગ્યાથી સવારના 6 વાદ્યા સુધી દવાઓ સિવાયની દુકાનો બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશને સોમવારે બપોરના સમયે આ જાહેરાત કરી તે સાથે જ આખા શહેરમાં રાત્રિ- કરફ્યુ લાદી દેવાયો હોવાની અફવા ફેલાઈ ગઈ હતી.
જો કે મ્યુનિસિપલ કોર્પોરેશને સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે ખાણીપીણીના પાર્લરો, પાનના ગલ્લા, ટી-સ્ટોલ, કોફી સ્ટોલ પર રાતના સમયે જામતી ભીડના કારણે આ નિર્ણય લેવાયો છે. રાત્રે એકઠાં થતાં ટોળાં કોરોનાના માસ્ક- ડિસ્ટન્સના નિયમોની પણ ઐસીતૈસી કરે છે. આ કારણે રાત્રે દુકાનો બંધ રાખવાનો આદેશ અપાયો છે પણ કરફ્યુ લદાયો નથી. લોકોએ કરફ્યુની વાતોમાં આવવાની જરૂર નથી.
અમદાવાદમાં કોરોનાના કેસો વધતાં રાત્રિ કરફ્યૂ લાદી દેવાયો ? જાણો કોર્પોરેશને શું કરી સ્પષ્ટતા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Sep 2020 09:32 AM (IST)
અમદાવાદ શહેરના પશ્ચિમ અને નવા પશ્ચિમના વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધી જતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રાતના 10 વાગ્યાથી સવારના 6 વાદ્યા સુધી દવાઓ સિવાયની દુકાનો બંધ રાખવાનો આદેશ આપ્યો હતો
- - - - - - - - - Advertisement - - - - - - - - -