અમદાવાદઃ અમદાવાદના સોલામાં આજે પાટીદાર સમાજ દ્વારા ઉમિયાધામ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, આ સોલાના આ કાર્યક્રમમાં ઊમિયાધામનુ ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન સ્ટેજ પરથી ગુજરાતના પૂર્વ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટુ નિવેદન આપ્યુ હતુ. 


સ્ટેજ પરથી નીતિન પટેલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વખાણ કર્યા હતા. તેમને કહ્યું કે, ભૂપેન્દ્રભાઇ જેટલા નમ્ર વ્યક્તિ મે આજ સુધી જોયા નથી. હું તેમને રોજ ટીવી પર જોઉં છું. ભૂપેન્દ્ર પટેલ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે તે મારા ઘરે પ્રૉટોકૉલ તોડીને મને મળવા આવ્યા હતા, તેમને કહ્યું હતુ કે હું તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. 
 
પાટીદાર સામાજિક સંસ્થાઓમાં વિખવાદોને લઇને પણ પૂર્વ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટુ નિવેદન આપ્યુ હતુ, તેમને કહ્યું હતુ, આ સંસ્થા અને વિશ્વ ઉમિયાધામ બન્ને સંસ્થા આપણી છે, નવા મંદિરો બનવાથી મુખ્ય મંદિર ઊંઝાધામનું કોઇ મહત્વ ઘટવાનું નથી, તેમને ટકોર કરતાં કહ્યું કે, બોલવાનું કામ અને કરવાનું કામ ન કરો, સ્ટેન્ડ એકજ રાખો બધા અને સાથે રહો. જેમાં ભાગ પડ્યા, જેનો વિવાદ થયો તેનું ક્યારે કોઇ માન રહેતું નથી. નીતિન પટેલે વધુમાં કહ્યું વિવાદમાં પડ્યા વિના જ્યારે જરૂર પડે ત્યારે સમાજનું વિરાટ સ્વરૂપ બતાવવાની તૈયારી રાખવી પડશે. વિરાટ સ્વરૂપ ત્યારે બતાવી શકીએ જ્યારે સમાજમાં એકતા હોય


અમદાવાદઃ ઉમિયાધામ ભૂમિપૂજન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું, જાણો વિગતે


મુખ્યમંત્રીએ પોતાના ભાષણ દરમિયાન સ્ટેજ પરથી કહ્યું કે, એનાઉન્સર બહેને કહેયું માત્ર બે સ્પીચ બાકી છે કોઇ એ જવું નહી, પણ જવાવાળા તે જતા રહ્યા થોડા આપણા કીધા રોકાશે. મુખ્યમંત્રીના આવા નિવેદન બાદ બધા હંસવા લાગ્યા હતા. મુખ્યમંત્રીનુ આ નિવેદન ખુબ ચર્ચાનો વિષય બન્યુ હતુ. સીએમે વધુમાં કહ્યું કે, આયોજન જ એવું હોય કે મુખ્યમંત્રી છેલ્લે બોલે, એમાંય નિતિનભાઇનુ ભાષણ હોય પછી કંઇ બાકી જ ન રહે, મંદિરનું નિર્માણ ત્યારે જ શક્ય છે જ્યારે માતાજીના આશીર્વાદ હોય, જ્યાં જરૂર પડશે ત્યાં સરકાર અને મારી ટીમ હાજર હશે, દરેક સમાજના ઉત્થાન માટે સરકાર કટિબધ્ધ છીએ. આવનારા દિવસોમાં ફાઇનાન્સમાં ખુબ મોટું રોટેશન થવાનું છે.