અમદાવાદઃ છેલ્લા 24 કલાકમાં અમદાવાદની સરકારી હોસ્પિટલમાં એક પણ વ્યક્તિનું કોરોનાથી મોત નથી થયું. ચાર મહિનાના કોરોનાકાળમાં આ પહેલીવાર બન્યું છે. શહેરની 4 ખાનગી હોસ્પિટલમાં 24 કલાકમાં 4 લોકોના મોત થયા છે. જોકે, શહેરમાં કોરોના એક્ટિવ કેસોની સંખ્યામાં ફરી વધારો થયો છે.
પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ચિંતાજનક એક્ટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં એક્ટિવ કેસની સંખ્યા કુલ 3137 પર પહોંચી છે. અમદાવાદમાં અત્યાર સુધી 21,537 કેસ તો હાલ સુધી 1458 લોકોના મોત નિપજ્યા છે.
ઝોન એક્ટિવ કેસ
પૂર્વ 450
પશ્ચિમ 622
મધ્ય 229
ઉત્તર 453
દક્ષિણ 467
ઉ.પશ્ચિમ 472
દ.પશ્ચિમ 444
અમદાવાદઃ છેલ્લા 24 કલાકમાં સરકારી હોસ્પિટલમાં કોરોનાથી એક પણ મોત નહીં, એક્ટિવ કેસોમાં વધારો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Jul 2020 01:43 PM (IST)
ગઈ કાલે અમદાવાદની સરકારી હોસ્પિટલમાં એક પણ વ્યક્તિનું કોરોનાથી મોત નથી થયું. ચાર મહિનાના કોરોનાકાળમાં આ પહેલીવાર બન્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -