કોરોનાની અસર, હવે દૂધ ખરીદતી વખતે પણ આ નિયમોનું કરવું પડશે પાલન, જણો રાજ્ય સરકારે શું આપ્યો આદેશ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Jul 2020 09:26 AM (IST)
દુકાનદાર અને ગ્રાહક બંનએ ફરજીયાત માસ્ક પહેરવાથી લઈ અન્ય પણ કેટલાક મહત્વપૂર્ણ સુચનો કરવામાં આવ્યા છે. આ સાથે જ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા ઉપર પણ ખાસ ભાર મુકવામાં આવ્યો
સમગ્ર વિશ્વસમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોના વાયરસને કારણે દુકાનદાર કે પાર્લર વાળાના ત્યાંથી કેવી રીતે દૂધ લાવવું અને ઘરે લાવ્યા બાદ તેનો કેવી રીતે ઉપયોગ કરવો એ અંગેની મહત્વપૂર્ણ માર્ગદર્શિકા ફૂડ એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ જાહેર કરી છે. આ માર્ગદર્શિકામાં દુકાનદાર અને ગ્રાહક બંનએ ફરજીયાત માસ્ક પહેરવાથી લઈ અન્ય પણ કેટલાક મહત્વપૂર્ણ સુચનો કરવામાં આવ્યા છે. આ સાથે જ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા ઉપર પણ ખાસ ભાર મુકવામાં આવ્યો છે. વિક્રેતા અને ગ્રાહક વચ્ચે ઓછામાં ઓછું ત્રણ ફૂટનું અંતર રાખવા ખાસ અપીલ કરી છે. દૂધ ખરીદતી વખતે અને ઘરે લાવ્યા પછી શું રાખશો ધ્યાન? - દૂધ વેચનાર અને ખરીદનાર બંનેએ માસ્ક ફરજિયાત પહેરવું જોઈએ. - ગ્રાહકે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને દૂધ લેવું. - દુકાનદારથી ઓછામાં ઓછુ 3 ફૂટનું અંતર હિતાવહ છે. - પૈસાની ચુકવણી કરતી વખતે પણ હેન્ડ ટુ હેન્ડ સંપર્કમાં આવવાનું ટાળો. - બને તો દૂધ પણ કાઉન્ટર પર મૂકે અને તમે ઉપાડી લો તેવી વ્યવસ્થા રાખો. - દૂધના પેકેટને સીધું જ નળ નીચે પાણીથી ધોઈ લો. - સાબુથી પણ પેકેટને ધોઈ શકો છો. - હવે સ્વચ્છ વાસણમાં પેકટનો બહારનો હિસ્સો દૂધને ન સ્પર્શે તે રીતે દૂધને વાસણમાં લઈ લો. - દૂધને કાચુ ન ખાવ તેને ઉકાળી લો.