અમદાવાદ:  અમદાવાદ શહેરમાં રીક્ષા ચાલકો માટે પોલીસ કમિશનરને જાહેરનામું બહાર પાડ્યું છે. રીક્ષા ચાલકોએ હવેથી તમામ વિગતો પોતાની રીક્ષા પાછળ લખવાની રહેશે.  રીક્ષા પાછળ હવે રિક્ષા ચાલકનું નામ, રીક્ષા માલિકનું નામ, રીક્ષાનો નંબર લખવો ફરજીયતા બનશે. આ સાથે પોલીસ હેલ્પલાઇન નંબર 100,મહિલા હેલ્પલાઇન નંબર 181 અને ટ્રાફિક હેલ્પલાઇન નંબર 1095 પણ લખવો ફરજિયાત બનશે.

  




રીક્ષામાં અસામાજિક તત્વો દ્વારા થતી હેરફેર અંગેના ગુન્હા બન્યા બાદ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ  નિર્ણય લેવામાં આવ્યો છે.  12 ઇંચ×10 ઇંચ ની સાઈઝની પ્લેટમાં તમામ વિગતો દર્શાવવાની રહેશે. એક વાર લખાણ લખ્યા બાદ ભૂંસાય નહિ તે રીતે લખાણ લખવા સૂચના આપવામાં આવી છે. 






એક મહિનાની અંદર તમામ રીક્ષા ચાલકોએ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.  1 ઓક્ટોબરથી જાહેરનામાની અમલવારી શરૂ કરવામાં આવશે. 1 નવેમ્બરથી પોલીસ દ્વારા નિયમ ભંગ કરનાર ચાલક સામે કાર્યવાહી કરવામાં આવશે.  


રીક્ષા, કેબ,  ટેક્ષીમાં નાગરીકો સાથે છેંતરપીંડી, મોબાઈલ ચોરી, કિંમતી સામાનની ચોરી, ચીલઝડપ,  મહિલાઓની છેડતી અને અપહરણ જેવા ગંભીર પ્રકારનાં બનાવો બનતા હોવાથી અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.  


અમદાવાદ મેટ્રો રેલ સેવાનું એક વર્ષ પૂર્ણ, જાણો રોજના કેટલા લોકો કરે છે મુસાફરી


અમદાવાદ મેટ્રો રેલ સેવાએ સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કર્યું છે. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ મેટ્રો રેલ સેવા શરુ કરવામાં આવી હતી.  આ એક વર્ષમાં મેટ્રો રેલમાં સામાન્ય દિવસોમાં સરેરાશ ૯૦ હજાર તથા રજાના દિવસોમાં સરેરાશ ૭૫ હજાર મુસાફરોએ પ્રવાસ કર્યો છે. 


વહેલી સવારના પ્રવાસીઓની જરૂરિયાતને પહોંચી વળવા સવારના કલાકોમાં વધારાની ટ્રીપ શરૂ કરવામાં અવી છે. પ્રારંભે ૩૦ મિનિટના અંતરે મેટ્રોની સેવા મળતી હતી હવે દર ૧૨ મિનિટે મેટ્રોની સેવા આપવામાં આવે છે. મેટ્રો સેવાઓનો સમય સવારે ૯થી રાત્રિના ૮ વાગ્યા સુધીનો હતો, જે હવે સવારે ૬:૨૦થી રાત્રિના ૧૦ વાગ્યા સુધી કરવામાં આવ્યો છે.


અમદાવાદ મેટ્રો, અમદાવાદના નાગરિકો માટે વરદાન સાબિત થઇ છે. ટુ-વ્હીલર, રીક્ષા, કાર જેવા વાહનોના વપરાશકર્તાઓએ હવે સલામત અને અનુકૂળ મુસાફરીને કારણે મેટ્રોનો વિકલ્પ પસંદ કર્યો છે. જો બેથી ત્રણ મુસાફરો વચ્ચે એક વાહનની ગણતરી કરવામાં આવે તો આ વર્ષ દરમિયાન અમદાવાદના રોડ પર વાર્ષિક અંદાજે ૭૦ લાખ જેટલા વાહનોની અવર-જવારમાં ઘટાડો થયો હોવાનું અનુમાન કરી શકાય. પરિણામે રસ્તા પરના ટ્રાફિકમાં રાહત મળી હતી અને શહેરના વાયુ પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.