અમદાવાદ: અમદાવાદમાં 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યં છે. નવા વર્ષની ઉજવણીને લઈને અમદાવાદ પોલીસે એકશન પ્લાન તૈયાર કર્યો છે. નવા વર્ષની ઉજવણી દરમિયાન શહેરીજનોને કોઈ અગવડતા ન પડે તે માટે પોલીસે 28 જેટલા પાર્ટી પ્લોટને આયોજન કરવા માટે મંજૂરી આપી છે. જ્યારે 20 જેટલા ડીજે સાઉન્ડ સીસ્ટમ માટે પરવાનગી અપાઇ છે. એસ.જી હાઇવે પર ભારે, મધ્યમ વાહનો પર પ્રતિબંધ લગાવાયો છે.


મહિલા પોલીસ સહિત, ક્રાઈમ બ્રાન્ચ SOG અને 500 જેટલા ટ્રાફિક જવાનોને 31 ડિસેમ્બર દરમ્યાન તૈનાત રહેશે. નવા વર્ષની ઉજવણી લોકો હર્ષોઉલ્લાસ અને શાંતિપૂર્ણ રીતે મનાવી શકે તે માટે શહેર પોલીસ દ્વારા સલામતી અને બંદોબસ્તની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.



31 ડિસેમ્બરને લઈને પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું છે. સી.જી રોડ સાંજે 6થી રાત્રે 3 વાગ્યા સુધી બંધ રહેશે. એસ.જી હાઇવે પર ભારે, મધ્યમ વાહનો પર પ્રતિબંધ લગાવાયો છે. ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ જુંબેશ ચલાવવામાં આવશે. 24 જેટલા પાર્ટીપ્લોટ સંચાલકો સાથે બેઠક કરી હતી. દારૂ પીને ગાડી ચલાવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.  અમદાવાદ પોલીસે આ વર્ષે મોટી જનમેદની એકઠી થનારા વિસ્તારમાં પણ અલગ અલગ ટીમો એલર્ટ રહેશે.

નવા વર્ષની ઉજવણી દરમિયાન રોડ પર સ્ટંટ કરતા કે ઓવર સ્પીડમાં વાહન ચલાવવા પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. શહેર પોલીસ અને મહિલા પોલીસની ટીમ સહિત ક્રાઇમ બ્રાન્ચ, SOG ક્રાઇમ પેટ્રોલિંગ સાથે ખાનગી વોચ પણ રાખશે.

મહિલાઓની ડીકોય ટીમ સાદા ડ્રેસમાં ક્લબો અને પાર્ટી પ્લોટમાં વોચ રાખવામાં આવશે. 1000 જેટલા બ્રેથ એનેલાઈઝર સાથે પોલીસ શહેરભરમાં ચેકીંગ કરશે. હોટેલ અને ગેસ્ટહાઉસમાં પીનાક સોફ્ટવેરની મદદથી ગતિવિધિઓ પર રાખવામાં આવશે નજર. CCTV કેમેરાથી બનતી ઘટનાઓ રોકવા રાખવામાં આવશે ચાંપતી નજર. અડચણરૂપ વાહન પાર્કિંગને રોકવા ટ્રાફિક પોલીસની પણ મદદ લેવામાં આવશે.