અમદાવાદઃ અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે ગઈ કાલે અમદાવાદ કોર્પોરેશન દ્વારા વધુ 15 માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યા છે. સાથે સાથે 9 સોસાયટીઓને માઇક્રો કન્ટન્મેન્ટ ઝોનમાંથી મુક્તિ પણ આપવામાં આવી છે. ગઈ કાલે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

હાલમાં અમદાવાદમાં કુલ 40 માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર અમલમાં છે. વિસ્તૃત ચર્ચા પછી 9 માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારને દૂર કરવાનો નિર્ણય લેવાયો છે. જેમાં ગોમતીપુરના સુખરામનગર, વિરાટનગરના ખોડિયારનગર વિભાગ-1 અને 3, અમરાઇવાડીના જનતાનગર, કુબેનગરના કુંભાજીની ચાલી, મક્તમુરાના તવકલ વિલા, સરખેજના શ્રીનંદ નગર, બ્લોક-બી, વેજલપુરના વિનકુંજ સોસાયટી, વેજલપુરના જય શેફાલી અને મક્તમપુરાના જાવેદ પાર્કનો સમાવેશ થાય છે.

આ નિર્ણયને કારણે 1059 ઘરોના 5343 લોકોને માઇક્રો કન્ટેન્મેન્ટમાંથી મુક્તિ મળી છે.