અમદાવાદઃ ત્રણ દિવસ બાદ અમદાવાદમાં ફરી એક્ટિવ કેસનો આંકડો 3000 પાર થયો છે. તો પશ્ચિમ ઝોન બાદ ઉત્તર પશ્ચિમ ઝોનમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યામાં વધારો નોંધાયો છે. અમદાવાદમાં હાલ પશ્ચિમ ઝોનમાં કોરોનાના એક્ટિવ કેસ 526 તો ઉત્તર પશ્ચિમ ઝોનમાં એક્ટિવ કેસ 521 પર પહોંચ્યા છે.

મધ્ય ઝોનમાં 293, ઉત્તર ઝોનમાં 379, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 456 એક્ટિવ કેસ, પૂર્વ ઝોનમાં 412 એકટિવ કેસ તો દક્ષિણ ઝોનમાં 434 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સરકારી હોસ્પિટલમાં એક પણ મોત થયું નથી. અમદાવાદમાં કોરોનાનો કુલ આંક 25,501 તો મોતનો આંકડો 1562 પર પહોંચ્યો છે.