અમદાવાદઃ શહેરમાં કોરોનાના કહેર વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે. મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ આજે જણાવ્યું હતું કે, અમદાવાદમાં કોરોનાનો ડબ્લિંગ રહેટ હવે 12 દિવસનો થઈ ગયો છે. તેમણે આ સાથે એમ પણ જણાવ્યું હતું કે, આશા રાખીએ આ લોકડાઉનનો છેલ્લો તબક્કો હોય. બીજા તબક્કામાં 90 ટકા લોકોનો સાથ મળ્યો. મક્કમતા સાથે આ લોકડાઉનનું પાલન કરીએ.

તેમણે 10 દિવસ અગાઉ કેસ ડબ્લિંગ રેટ અંગે જાણકારી આપી હતી અને અમદાવાદના લોકો ધ્યાન નહીં રાખે તો કોરોનાના કેસો ખૂબ ગતિથી વધશે, તેવી ચિંતા પણ તેમણે વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 15-20 એપ્રિલે આપણે ત્યાં કેસ ડબલ થયા હતા. આપણે લક્ષ્ય રાખ્યું હતું કે 3 મેં સુધીમાં કેસ ડબ્લિંગ રેટ ઘટાડવો. હવે એકટિવ કેસમાં વૃદ્ધિ દર પહેલા 40% હતો જે છેલ્લા 10 દિવસથી 8% આવ્યો છે. છેલ્લા બે દિવસમાં એક્ટિવ કેસનો દર ૬% થયો છે. તેમજ હવે ડબ્લિંગ રેટ 12 દિવસનો છે.



કોરોનામાં તકલીફ છે કે કેસોની સંખ્યાંમાં વધારો થાય તે પહેલાં ઇન્ફેક્શન રેટને કાબુ કરવાનો છે. 18 એપ્રિલે એક દિવસમાં 250 કેસ આવ્યા. ચાર દિવસનો ડબ્લિંગ રેટ હોટ તો હાલ એક દિવસમાં 2000 કેસ આવતા. હવે જે કેસ આવી રહ્યા છે તે સ્પષ્ટ છે કે ડબ્લિંગ રેટ ઓછો થઈ રહ્યો છે. કોટ વિસ્તારમાં 3 દિવસમાં ખાનગી હોસ્પિટલો સાથે વાત કરી છે. લોખંડવાલા અને છીપા કમ્યુનિટી સેન્ટર શરૂ કર્યા. છીપા વેલ્ફેર હોસ્પિટલની સુવિધા ઉભી કરી છે. જમાલપુર ચાર રસ્તા શિફા હોસ્પિટલ ઉભી કરી 40 બેડની કોવિડ સેન્ટર ઉભી કરવામાં આવશે.



તેમણે જણાવ્યું હતું કે, કોટ વિસ્તારના 10 અર્બન હેલ્થ સેન્ટર પર સતત આરોગ્યની સેવાઓ મળી રહે તેમ તબીબો મુકવામાં આવ્યા છે. જમાલપુર વોર્ડમાં ખાનગી હોસ્પિટલ શરૂ કરાવવામાં આવી. તેમણે આજે સુપર સ્પ્રેડર મુદ્દે પણ વાત કરી હતી. સુપર સ્પ્રેડર મામલે ખાસ ધ્યાન રાખવામાં આવશે. 21 એપ્રિલથી અત્યાર સુધી 21000 સ્ક્રીનીંગ થયા, જેમાંથી 222 પોઝિટિવ આવ્યા. ફેરિયાઓને કાર્ડ આપી સ્ક્રીનીંગ કરવામ આવશે. એક અઠવાડિયા બાદ ફરી સ્ક્રીનીંગ કરવામાં આવશે. સુપર સ્પ્રેડર અટકાવવા નવો રસ્તો અપનાવાયો છે. સ્ક્રીનીંગ માટે આવશે બાદમાં ફેરિયાઓને સર્ટીફકેટ આપવામાં આવશે. લોકોને વિનંતી કે વેચનાર વ્યક્તિઓ માસ્ક ન પહેરે તો ઇન્ફેક્શન થઈ શકે છે. બિનજરૂરી શાકભાજી ન અડવા લોકોને તેમણે અપીલ કરી હતી.