અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના સતત વધી રહેલા કેસો વચ્ચે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં વધુ એક જિલ્લો ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. ડાંગ જિલ્લામાં હાલ, માત્ર 9 એક્ટિવ કેસો છે. તેમજ છેલ્લા કેટલાક દિવસથી નવો એક પણ કેસ નોંધાયો નથી, ત્યારે આ જિલ્લો કોરોનામુક્ત બનવાની સંભાવના વધી જાય છે.
ગુજરાત સરકારના કોરોના ડેશબોર્ડ https://gujcovid19.gujarat.gov.in/ પર આપેલી માહિતી પ્રમાણે હાલ, ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાને કોરોનામુક્ત બતાવવામાં આવી રહ્યો છે. ડેશબોર્ડ પર આપેલા ડેટા પ્રમાણે બનસકાંઠા જિલ્લામાં એક પણ એક્ટિવ કેસ નથી. જ્યારે ડાંગ જિલ્લામાં 9 એક્ટિવ કેસો છે. ડાંગ જિલ્લા માટે મોટા રાહતના સમાચાર એ પણ છે કે, આ જિલ્લામાં અત્યાર સુધીમાં એક પણ વ્યક્તિનું કોરોનાથી મોત થયું નથી.
ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં 21 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે નવ એક્ટિવ કેસો છે. આમ, અત્યાર સુધીમાં આ જિલ્લામાં માત્ર 40 કેસ નોંધાયા છે. આ કુલ કેસો પણ ગુજરાતમાં સૌથી ઓછા છે. ગુજરાતમાં હાલ, ડાંગને બાદ કરતા અન્ય એક પણ જિલ્લામાં કુલ કેસો 100થી ઓછા નથી.
ગુજરાતમાં વધુ એક જિલ્લો ગમે ત્યારે બની શકે છે કોરોનામુક્ત, કયો છે આ જિલ્લો?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Aug 2020 11:09 AM (IST)
ડાંગ જિલ્લામાં હાલ, માત્ર 9 એક્ટિવ કેસો છે. તેમજ છેલ્લા કેટલાક દિવસથી નવો એક પણ કેસ નોંધાયો નથી, ત્યારે આ જિલ્લો કોરોનામુક્ત બનવાની સંભાવના વધી જાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -