અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ એક્ટિવ કેસ અમદાવાદમાં 3523 છે. આ પછી મહેસાણામાં 456 અને ગાંધીનગરમાં 290 એક્ટિવ કેસો છે. ઉત્તર ગુજરાતમાં કોરોનાની સૌથી ઓછી અસર અરવલ્લી જિલ્લામાં છે. અરવલ્લી જિલ્લામાં હાલ, 26 એક્ટિવ કેસો છે. આ સિવાયના જિલ્લાઓની વાત કરીએ તો પાટણમાં 162, સાબરકાંઠામાં 142 અને બનાસકાંઠામાં 117 એક્ટિવ કેસો છે. ઉત્તર ગુજરાતમાં કુલ 4716 એક્ટિવ કેસ છે. તેમજ અત્યાર સુધીમાં 24958 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 21692 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ ઉત્તર ગુજરાતમાં કુલ 1749 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે. એમાં અમદાવાદમાં સૌથી વધુ 1603 લોકોના મોત થયા છે.
City Active case Recovered Death
Ahmedabad 3523 21692 1603
Aravalli 26 262 24
Banaskantha 117 605 16
Gandhinagar 290 1206 45
Mehsana 456 466 21
Patan 162 426 32
Sabarkantha 142 301 8
Total 4716 24958 1749