અમદાવાદઃ શહેરમાં કોરોનાના કહેર વચ્ચે મધ્ય ઝોન માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે મધ્ય ઝોનમાં કોરોનાના એક્ટિવ કેસો 200ની અંદર પહોંચી ગયા છે અને હાલ, 190 એક્ટિવ કેસો રહ્યા છે. તેમજ 28મી જૂને તો મધ્ય ઝોનમાં કોરોનાનો એક જ નવો કેસ નોંધાયો હતો. જ્યારે બીજી તરફ અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના એક્ટિવ કેસો પશ્ચિમ ઝોનમાં 652 એક્ટિવ કેસ છે. હાલ, અમદાવદ શહેરમાં કોરોનાના કુલ 2999 એક્ટિવ કેસો છે.


નવા 222 કેસ સાથે કોરોનાના અત્યાર સુધી 19,903 કેસ નોંધાયા છે. ગઈ કાલે 150 સહિત અત્યાર સુધી 18, 805 લોકો ડિસ્ચાર્જ થયા છે. તેમજ વધુ 9 મોત સાથે અત્યાર સુધી 1396 લોકોએ કોરોના મહામારીને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોનાના કેસ અન્ય ઝોનમાં ઘટવાની સાથે પશ્ચિમ અને નવા પશ્ચિમ વિસ્તારોમા વધારો થઈ રહ્યો છે.

અમદાવાદમાં સૌથી વધુ 652 એક્ટિવ કેસ પશ્ચિમ ઝોનમા નોંધાયા છે. જયારે ઉત્તર પશ્ચિમ ઝોનમાં 462 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 434 એક્ટિવ કેસ નોંધાયા છે. મધ્ય ઝોનમાં સૌથી ઓછા 190 એક્ટિવ કેસ છે. ઉત્તર ઝોનમાં 451, પૂર્વ ઝોનમાં 386 અને દક્ષિણ ઝોનમાં 424 એક્ટિવ કેસ નોંધાયા છે.