અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસો છે. એમાં પણ અમદાવાદના પશ્ચિમ ઝોન માટે માઠા સમાચાર છે. સતત બીજા દિવસે પશ્ચિમ ઝોન માટે માઠા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં કુલ 840 એક્ટિવ કેસ છે. નવા પશ્ચિમ ઝોનમાં પણ કેસમાં વધારો થયો છે.
નદીના પશ્ચિમ વિસ્તારોમાં કોરોનાના કુલ 1475 એક્ટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 10 દિવસમાં કોરોનાને કારણે 224 લોકોના મોત થયા છે. નવા 301 કેસ સાથે અત્યાર સુધી કોરોનાના કુલ 17, 586 કેસ નોંધાયા છે. ગઈ કાલે 193 લોકો સાથે અત્યાર સુધી 12,629 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે 21ના મોત સાથે અત્યાર સુધી 1,266 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
ઝોન દીઠ એક્ટિવ કેસ......
ઝોન 20 જૂન 19 જૂન
પશ્ચિમ ઝોન 840 811
દક્ષિણ પશ્ચિમ ઝોન 305 304
ઉત્તર પશ્ચિમ ઝોન 330 315
મધ્ય ઝોન 405 398
ઉત્તર ઝોન 694 713
પૂર્વ ઝોન 713 653
દક્ષિણ ઝોન 404 410
અમદાવાદના પશ્ચિમ ઝોન માટે સતત બીજા દિવસે માઠા સમાચાર, જાણો કોરોનાના કેટલા નોંધાયા કેસ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Jun 2020 02:17 PM (IST)
અમદાવાદમાં સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં કુલ 840 એક્ટિવ કેસ છે. નવા પશ્ચિમ ઝોનમાં પણ કેસમાં વધારો થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -