News: ભારતમાં આગામી 14 ઓક્ટોબરથી આઇસીસી ક્રિકેટ વનડે વર્લ્ડકપ શરૂ થઇ રહ્યો છે. આ વખતે આ વર્લ્ડકપની યજમાની ભારત કરી રહ્યું છે, પરંતુ ખાસ વાત છે કે, આ વખતે વર્લ્ડકપ 2023ની ઓપનિંગ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવવાની છે, અને આ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઇ વૉલ્ટેજ મેચ પણ અહીં રમાવવાની છે, આ મેચને ધ્યાનમાં રાખીને આખો ઓક્ટોબર મહિનો અમદાવાદ માટે ખાસ રહેવાનો છે, કેમ કે આ ઓક્ટોબર મહિનામાં અમદાવાદ એરપોર્ટ ધમધમશે.
ભારત-પાકિસ્તાનની મેચ પહેલા જ અમદાવાદની હૉટલો એડવાન્સ ફૂલ થઇ ગઇ છે, હવે એરપોર્ટની ફ્લાઇટો પણ ફૂલ થવા લાગી છે. ઓક્ટોબરમાં એરપોર્ટ પર ચાર્ટર્ડ પ્લેનનો ખડકલો જોવા મળશે, ચાર્ડર્ડ પ્લેનથી એરપોર્ટ ધમધમશે. ખાસ વાત છે કે, ભારત-પાક. મેચ માટે અમદાવાદમાં 60 ચાર્ટર્ડ ફ્લાઇટ આવશે, આ વિમાનોને વડોદરા અને ઉદયપુરથી નાસિક સુધી પાર્ક કરાશે. અમદાવાદ એરપોર્ટ પર અત્યારે 22 વિમાનનો બેઝ હોવાથી પાર્કિંગ ફૂલ થયું ગયુ છે. વર્લ્ડકપની મેચોના કારણે 100 ફ્લાઈટ લેન્ડ અને ટેકઓફ કરશે.
ICC એ શેર કર્યું વનડે World Cup 2023 માટેનું નવું પૉસ્ટર
આઇસીસી ક્રિકેટનો વનડે વર્લ્ડકપ શરૂ થઇ રહ્યો છે, આ વર્લ્ડકપ 2023 ભારતમાં રમાઇ રહ્યો છે. તમામ ટીમોના સભ્યો આ ટૂર્નામેન્ટ માટે તૈયારીઓ કરી રહ્યાં છે. ત્યારે આ બધાની વચ્ચે આઇસીસીનું વનડે વર્લ્ડકપ 2023નું પૉસ્ટર સામે આવ્યુ છે, ખુદ આઇસીસીએ પૉસ્ટર ફોટોને પોતાના ટ્વીટર હેન્ડલ પરથી શેર કર્યુ છે, જે ખુબ જ વાયરલ થઇ રહ્યું છે. વાયરલ થયેલા આઇસીસી વનડે વર્લ્ડકપ 2023 (WC 2023)ના પૉસ્ટરમાં તમામ ટીમોના કેપ્ટનો દેખાઇ રહ્યાં છે. 10 ટીમોના કેપ્ટનો વર્લ્ડકપ 2023ની ટ્રૉફીની આસપાસ છે. આ શાનદાર પૉસ્ટરમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માની સાથે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડના કેપ્ટનો દેખાઇ રહ્યાં છે, ખાસ વાત છે કે, આ પૉસ્ટરમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનની વાપસી થઇ છે. કીવી કેપ્ટન કેન વિલિયમસન છેલ્લા કેટલાય સમયથી ઇજાના કારણે ક્રિકેટથી દુર હતો, જોકે હવે તેની વાપસીથી ટૂર્નામેન્ટ વધુ રોચક બનશે. ભારતના કેપ્ટન રોહિત શર્મા અને પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ આ પૉસ્ટમાં દેખાઇ રહ્યાં છે, વર્લ્ડકપમાં 10 ટીમો ભાગ લઈ રહી છે અને ભારત તેનું યજમાન છે. આ ટૂર્નામેન્ટ 5મી ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. વનડે ક્રિકેટની મેગા ઇવેન્ટ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચથી શરૂ થશે. જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ 8 ઓક્ટોબરથી ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે મેચ રમીને પોતાના અભિયાનની શરૂઆત કરશે. વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મૉસ્ટ અવેટેડ મેચ 8 માર્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.