અમદાવાદઃ ગોતામાં પાણીની જર્જરિત ટાંકી ઉતારવા જતાં મકાન પર પડી, કોઈ જાનહાનિ નહીં
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Nov 2019 01:47 PM (IST)
ગોતામાં પાણીની જર્જરિત ટાંકી ઉતારવા જતા મકાન પર પડી. કાટમાળ દૂર કરવાની કામગીરી ચાલું.
અમદાવાદઃ શહેરના ગોતા વિસ્તારના વસંતનગરમાં એક મકાન પર જર્જિરત પાણીની ટાંકી ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે. ફાયર વિભાગ દ્વારા પાણીની ટાંકી ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી હતી, ત્યારે જ મકાન પર ધરાશાયી થઈ છે. ટાંકી જર્જિરત હોવાથી તેને ઉતારવામાં આવી રહી હતી. ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, આ હાઉસિંગ બોર્ડની ટાંકી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર આવ્યા નથી. ટાંકી ઉતારતી વખતે મકાનને થોડું નુકસાન થયું છે. કાટમાળ હટાવ્યા પછી વધુ વિગતો સામે આવશે. તેમજ રસ્તો હાલ ખુલ્લો કરવાનું કામ કરવામાં આવી રહી હતી.