અમદાવાદ: શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી બેન્ક ઓફ ઇન્ડિયા સોસાયટીમાં રેહતા એક વૃધ્ધાની લૂંટના ઇરાદે હત્યા કરાઇ હોવાની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. કોમર્સ છ રસ્તા નજીક આવેલી બેન્ક ઓફ ઇન્ડિયા સોસાયટીમાં 72 વર્ષીય નિર્મળાબહેનની લાશ રવિવારે સવારે મળી હતી. જો કે નિર્મળાબહેનની હત્યા શનિવારે રાત્રે 1 થી 3 વાગ્યાના અરસામાં જ કરાઇ હોવાની પોલીસે શંકા સેવી છે. નિર્મળાબહેનને માથામાં બોથડ પદાર્થ મારી ગળામાં હથિયારના ઘા મારીને હાથની નસો જે રીતે કાપી હતી તે રીતે તરત જ તેમનું મોત થાય તેવી ઇજા ન માની શકાય તેવો અભિપ્રાય લાશનું પોસ્ટમોર્ટમ કરનારા ડોક્ટરે પોલીસને આપ્યો છે.
જ્યારે પોલીસે આ પરિવારથી પરિચીત સોનલબહેનની પૂછપરછ કરી તેમનું નિવેદન નોંધતા કોઇ ખાસ કડી પોલીસને મળી નથી. જ્યારે હવે પોલીસે આ ગુનાનો ઉકેલ મેળવવા છેલ્લા અનેક દિવસોમાં જે લોકોની અવર જવર થઇ હોય તેની પર નજર રાખી તપાસ કરશે.