અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ડમ્પરે એક એક્ટિવાને અડફેટે લેતાં એક્ટિવા પર સવાર બે યુવતીઓમાંથી એકનું મોત ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે એકને ગંભીર ઈજાઓ થઈ છે. અકસ્માત થતાં જ ટ્રાફિક જામ થઈ ગયો હતો.

હેતાંશી પટેલ નામની યુવતી તેની બહેનપણી સાથે એક્ટિવા પર ઘરેથી ટ્યૂશનમાં જઈ રહી હતી તે દરમિયાન શાહીબાગ પાસે તેમની એક્ટિવાને એક ડમ્પર ચાલકે અડફેટે લીધું હતું જેમાં હેતાંશી પટેલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેની બહેનપણીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે લોકોનું ટોળું ભેગુ થઈ ગયું હતું. પોલીસે ડમ્પર ચાલક અને ક્લિનરની અટકાયત કરી છે.


અકસ્માત થતાં જ શાહીબાગ વિસ્તારમાં ટ્રાફિકજામ થઈ ગયો હતો. અકસ્માત અંગે પોલીસને જાણ કરતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઘટના પર આવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.