અમદાવાદઃ સમગ્ર દેશમાં 500 અને 1000 રૂપિયની જુની નોટો પર પ્રતિબંધ મુક્યા બાદ લોકોમાં 2000 અને 500 ની નવી નોટોની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આ બધા વચ્ચે એક રસપ્રદ સમાચાર એ પણ આવ્યા છે કે, નાશિકમાં આવેલા કરન્સી નોટ પ્રેસમાં એક રૂપિયાની નોટ છાપવાનું શરૂ કર્યુ છે. 30 વર્ષ બાદ પહેલી વાર 1 રૂપિયાની નોટ છપાઇ રહી છે. નાશિકમાં આવેલા કરન્સી નોટ પ્રેસમાં એક રૂપિયાની 10 લાખ નોટો છાપવામાં આવી રહી છે. 500 રૂપિયાની નોટોને બદલે આરબીઆઇ10,20 અએ 50 રૂપિયાની નોટો પર વધુ ભાર મૂકી રહી છે. આટલૂ જ નહીં, નાની નોટો ચલણમાં વધુ ફરતી થાય તે માટે મંદિરો અને ધાર્મિક સ્થલો પર આવતી નોટો બેંકમાં તાત્કાલિક જમા કરાવવા પણ સરકારે ધાર્મિક સંસ્થાનોને અપીલ કરી છે.
નાશિકમાં આવેલા સરકારી પ્રેસમાં છેલ્લા 35 વર્ષથી એક રૂપિયાની નોટ છાપવામાં નથી આવી. ગત સપ્તાહે આ પ્રસંગે 1,10,20, અને 500 રૂપિયાની એક કરોડની નોટો છપાઇ છે. 16 મી નવેમ્બરે અહીં 100 રૂપિયાની 1.90 કરોડ નોટો છપાઇ હતી. કુલ 5 કરોડ નોટોમાંથી 1 રૂપિયાની 10 લાખ નોટો છાપવામાં આવી હતી. જેને વિવિધ બેંકમાં મોકલી દેવાઇ છે.
આ નોટો છાપવા માટે સામાન્ય શાહીને બદલે ખાસ પ્રકારની શાહીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેને દેવાસથી મંગાવાય છે જુની 500 અને 1000 ની નોટો બંધ થયા બાદ સરકારી પ્રેસમાં નોટો છઆપવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે.