અમદાવાદઃ ગુજરાત કૉંગ્રેસ વર્ષ ૨૦૧૭ની ચુંટણીમાં યુવાનોને આકર્ષવા રમશે ટ્રમ્પ્ટ કાર્ડ. કૉંગ્રેસ આ ટ્રમ્પ્ટ કાર્ડ રમી શિક્ષિત બે રોજગારોને રોજગારી ભથ્થુ આપવાનું વચન આપશે. ગુજરાત કૉંગ્રેસ ભવન ખાતે કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ભરતસિંહ સોલંકી તથા શંકરસિંહ વાઘેલા વગેરેની યોજાયેલી બેઠકમાં આ યોજનાને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

કૉંગ્રેસના ટોચના નેતાઓની મળેલી બેઠકમાં આ મામલે નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કૉંગ્રેસની સરકાર બનશે તો ધો.10 પાસને 3000, 12 પાસને 3500, ગ્રેજ્યુએટ અને ડિપ્લોમાં કરનારને 3500, પોસ્ટ ગ્રેજ્યુએટને 4000 રૂપિયાનું બેરોજગારી ભથ્થુ નોકરી ના મળે ત્યાં સુધી આપશે.