અમદાવાદઃ જરાતમાં 58 વર્ષ બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠક મળી હતી. અમદાવાદમાં આવેલા સરદાર પટેલ સ્મારક ખાતે આ બેઠક યોજાઈ હતી. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને મળવા માટે પાસ (પાટીદાર અનામત આંદોલન સમિતિ) નેતા હાર્દિક પટેલ બેઠક સ્થળે પહોંચ્યા હતાં. રાહુલ ગાંધી સહિતના દિગ્ગજ નેતાની હાજરીમાં હાર્દિક પટેલ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયો હતો. આ ઉપરાંત રાહુલ ગાંધીને સોનિયા ગાંધીની બાજુમાં બેસાડવામાં આવ્યો હતો.



હાર્દિક પટેલે ટ્વિટ કરીને લખ્યું હતું કે, સમાજ અને દેશની સેવા માટેના મારા ઈરાદાને આકાર આપવા માટે મેં રાહુલ ગાંધી અને અન્ય વરિષ્ઠ નેતાઓની હાજરીમાં 12મી માર્ચના રોજ કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.



આ પ્રસંગે હાર્દિક પટેલ જણાવ્યું હતું કે, પંડિત જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ, મહાત્મા ગાંધી, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી જેવા લોકો કે જેમણે આ દેશ માટે કામ કર્યું છે તે પાર્ટીમાં આજે હું જોડાયો છું.



વધુમાં હાર્દિકે કહ્યું હતું કે, અમે બધાં સાથે મળીને દેશને મજબૂત બનાવવા માટે કામ કરીશું. કોંગ્રેસ પાર્ટીની વિચારધારાને મજબૂત કરીને દરેક ગામે આ વિચારધારાને પહોંચાડીશું.