અમદાવાદ: ગુજરાતમાં 58 વર્ષ બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠક મળી રહી છે. અમદાવાદમાં આવેલા સરદાર પટેલ સ્મારક ખાતે આ બેઠક યોજાશે. આ માટે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાત પહોંચી ગયા છે. ત્યારે પ્રિયંકા ગાંધી વાડ્રાએ બસમાં બેસીને પોતાનો હાથ ઉંચો કરીને ફિલ્મી અંદાજમાં પોઝ આપ્યો હતો.



આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર પ્રિયંકા ગાંધી વાડ્રા, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સહિતના નેતાઓ આવી પહોંચ્યા હતાં. તે દરમિયાન ગુજરાતના દિગ્ગજ નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ ગાંધી પરિવાર સહિત કોંગ્રેસના નેતાઓ બસમાં સવાર થઈને ગાંધી આશ્રમ જવા રવાના થયા હતા.



જોકે આ પહેલા પ્રિયંકા ગાંધી વાડ્રાએ બસ બેસીને તરત જ ફિલ્મી અંદાજમાં પોતાનો હાથ ઉંચો કરીને કેમેરા સામે પોઝ આપ્યો હતો જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઉપરાંત ગાંધી પરિવારનું ગુજરાત કોંગ્રેસના નેતાઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું.