અમદાવાદ: એક દિવસના પ્રતિક ઉપવાસ કરે તે પહેલા ક્રાઇમ બ્રાન્ચે હાર્દિક પટેલ સહિત 9 લોકોની અટકાયત કરી હતી. બાદમાં તેમની ધરપકડ કરીને મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યાં પાટીદાર નેતા હાર્દિક પટેલ સહિત 9 લોકોને જામીન પર છોડી દેવામાં આવ્યા છે.
જામીન પર મુક્ત થયા બાદ હાર્દિકે મીડિયા સાથે વાત કરી હતી. તેણે પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેણે કહ્યું કે, એક દિવસના પ્રતિક ઉપવાસમાં કોઇને રોકી શકાય નહીં. મારે પોલીસ સાથે કોઇ દુશ્મની નથી. તેણે કહ્યું કે, ભાજપના કહેવા મુજબ પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે માનમર્યાદામાં રહીને કામ કરવું જોઈએ. આ સાથે તેણે કહ્યું કે, 25મી ઓગસ્ટે આમરણાંત ઉપવાસ તો થશે. મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે PI ચાવડા એ મને મારી નાખવાની ધમકી આપી હતી. 25 ઓગસ્ટના ઉપવાસ વિજય રૂપાણી પણ અટકાવી નહીં શકે.
હાર્દિક જ્યારે કારમાં બેઠો હતો ત્યારે પોલીસે તેને બહાર કાઢવાના પ્રયાસો કરતા પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી. ત્યાર બાદ પોલીસ હાર્દિકની ગાડીની ચાવી ઝુંટવીને તેને ક્રાઈમ બ્રાન્ચ લઈ ગઈ હતી.