અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે એક ચુકાદામાં ઠેરવ્યું છે કે, આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરવા મામલે હજુ સુપ્રીમ કોર્ટમાં અરજી પેન્ડિંગ છે. આ ચુકાદો ન આવે ત્યાં સુધી ઈન્કમટેક્સ પાનકાર્ડને આધાર સાથે જોડવાનો નિયમ લાગુ કરી રિટર્ન ભરતા અટકાવી શકાશે નહીં.


જસ્ટિસ હર્ષ દેવાણી અને જસ્ટિસ સંગીતા કે. વિસેનની બેચે જણાવ્યું હતું કે, આયકલ કાયદાની 139AA ત્યાં સુધી માન્ય નથી. હજુ વિભાગે 31 માર્ચ 2020 નવી ડેડલાઈન નક્કી કરી દીધી હતી. આ અગાઉ વિભાગ ઘણી વખત અંતિમ ડેડલાઈન આગળ વધારી ચુક્યા હતા.

બંદિશ સૌરભ સોપારકરની અરજી પર સુનાવણી કરતા કોર્ટે કહ્યું હતું કે, પાન કાર્ડને રદ્દ જાહેર કરવામાં આવશે નહીં અને તેને કોઈ પણ કાર્યવાહીમાં આ કારણેથી ડિફોલ્ટ માનવામાં નહીં આવે, કારણ કે તેમનું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નથી.

રોજર મેથ્યુ વિ. સાઉથ ઈન્ડિયન બેંક કેસ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવે ત્યાં સુધી અને ઉપલબ્ધ નહીં થાય ત્યાં સુધી આ સ્થિતિમાં રહેશે. જો અરજદાર આધારકાર્ડની માહિતી આવકવેરા વિભાગને આપે છે તો તેની સંપૂર્ણ ખાનગી ગુપ્ત માહિતી ખોવાઈ શકે છે.