અમદાવાદઃ ગુજરાત પોલીસે કહ્યું છે કે, ઈન્ટપોલે સ્વયંને ભગવાન ગણાવતા નિત્યાનંદની ભાળ મેળવવા બ્લૂ કોર્નર નોટિસ જાહેર કરી છે. નિત્યાનંદ ગત વર્ષે રેપ અને યૌન શોષણનો આરોપ લાગ્યા બાદ ફરાર થઈ ગયો હતો. જે બાદ વિદેશ મંત્રાલયે નિત્યાનંદનો પાસપોર્ટ રદ્દ કરી દીધો હતો.

શુ છે બ્લૂ કોર્નર નોટિસ

પોલીસે જણાવ્યું કે, હવે અમે તેની સામે ઈન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવે તેના પર કામ કરીશું. ગુનાહિત તપાસમાં કોઈ વ્યક્તિની ભાળ મેળવવા કે તેની જાણકારી મેળવવા માટે બ્લૂ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિની ધરપકડ માટે રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવે છે.


ગત વર્ષે ડિસેમ્બરમાં એવા અહેવાલ આવ્યા હતા કે નિત્યાનંદ ઈકવાડોરમાં છે. જોકે, ઈક્વાડોર સરકારે દાવો ફગાવી એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમના દેશે નિત્યાનંદને શરણ આપવાની અરજી ફગાવી દીધી હતી અને તે બાદ દેશ છોડી દીધો હતો. આ પહેલા નિત્યાનંદે જાહેરાત કરી હતી કે તેણે ઈકવાડોરના ટાપુ પર એક હિન્દુ રાષ્ટ્રનું નિર્માણ કર્યું છે. આ કથિત દેશ માટે નિત્યાનંદ નવો ઝંડો, પાસપોર્ટ અને રાજચિહ્ન પણ જાહેર કર્યુ હતું. આ દાવા પર વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, વેબસાઇટ બનાવવી અને એક સ્વતંત્ર દેશની સ્થાપના કરવી બે અલગ-અલગ વાત છે. કોઈપણ દેશના ગઠન માટે એક આંતરરાષ્ટ્રીય પ્રક્રિયા છે.

શું છે નિત્યાનંદનું અસલી નામ

નિત્યાનંદનું અસલી નામ રાજશેખરન છે અને તે તમિલનાડુનો રહેવાસી છે. 2002ની શરૂઆતમાં બેંગલુરુ નજીક એક આશ્રમ ખોલ્યો હતો. ગત વર્ષે નિત્યાનંદ સામે અમદાવાદ સ્થિત આશ્રમમાંથી બે યુવતીઓ ગુમ થયા બાદ એફઆઈઆર નોંધવામાં આવી હતી.

રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલના જામીન થયા મંજૂર, કોર્ટે મુકી આ શરત, જાણો વિગત

ગૌતમ અદાણીએ કહ્યું, 2025 સુધીમાં વિશ્વની સૌથી મોટી સૌર કંપની બનવાનો છે લક્ષ્ય

મુંબઈમાં 24 કલાક ખુલ્લા રહેશે મૉલ, રેસ્ટોરન્ટ અને પબ, કેબિનેટે આપી મંજૂરી