ગાંધીનગરઃ ગુજરાત કોંગ્રસમાં જૂથવાદની ફરિયાદો લાંબા સમયથી ચાલે છે. યુથ કોંગ્રેસની તાલીમ શિબિરમાં આ જૂથવાદ સ્પષ્ટ દેખાયો હતો. પાટીદાર નેતા હાર્દિક પટેલનો યુથ કોંગ્રેસના જ કેટલાક હોદ્દેદારોએ બહિષ્કાર કરી દીધો હતો.હાર્દિક પટેલ  તાલીમ શિબિરમાં બોલવા ઉભા થતાં જ કેટલાક લોકોએ બહિષ્કાર કરી દીધો હતો. વિરોધી જૂથના કેટલાક લોકો શિબિર બહાર નિકળી ગયા હતા. તેના પગલે  હાર્દિકે પોતાનું પ્રવચન ટૂંકાવવું પડ્યું હતું. 


યુથ કોગ્રેસની તાલીમ શિબિરમાં ગણતરીના લોકોને વાંધો હોવાનો હાર્દિક પટેલે સ્વીકાર કર્યો હતો. આ મામલે ગુજરાત કોગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરે કહ્યું કશું થયું નથી, હાર્દિકે કહ્યું થોડા લોકોને હતો વાંધો.


ગાંધીનગરના મહુડીમાં યુથ કોગ્રેસની તાલિમ શિબિરમાં જૂથવાદ સપાટી પર આવ્યો હતો. હાર્દિક પટેલના સંબોધન માટે ઉભા થતા કેટલાક લોકો બહાર નીકળી ગયા હતા. એક જૂથના લોકો બહાર નીકળી જતા હાર્દિક પટેલે સંબોધન ટૂંકાવ્યું હતું. જગદીશ ઠાકોરે કહ્યું કે 28 માર્ચે યુથ કોગ્રેસ વિધાનસભાનો ઘેરાવ કરશે. નરેશ પટેલને કોગ્રેસમાં સામેલકરવા માટે ચર્ચા ચાલી રહી છે. નરેશ પટેલને કોગ્રેસમાં લેવા માટે બંન્ને બાજુથી વાતચીત ચાલુ છે. નરેશ પટેલ કોગ્રેસમાં જોડાય તેવી અમારી તમામની માંગણી છે. ધારાસભ્યોની રાહુલ ગાંધીને મળવાની પહેલેથી જ લાગણી હતી. રાહુલ ગાંધીને મળવા માટેનો સમય ધારાસભ્યોએ મને વિશ્વાસમાં લઇને માંગ્યો છે.


ગુજરાત કોંગ્રેસમાં નવાજૂનીનાં એંધાણ


અમદાવાદઃ યુપી સહિત પાંચ રાજ્યોમાં કારમી હારના પગલે રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ નેતાગીરી દબાણમાં છે ત્યારે ગુજરાત કોંગ્રેસમાં પણ નવાજૂનીનાં એંધાણ છે. કોંગ્રેસના 25 જેટલા ધારાસભ્યોએ રાહુલ ગાંધીનો સમય માગ્યો છે. આ ધારાસભ્યોએ રાહુલ ગાંધીને મળીને વાત કરવા માટે પત્ર લખ્યો છે.


આ ધારાસભ્યોએ રાહુલ ગાંધીને મળીને પક્ષ અંગેની વાત કરવા માટે સમય માગ્યો છે. કિરીટ પટેલ, લલિત વસોયા, લલિત કગથરા, સી જે ચાવડા, બળદેવજી ઠાકોર, ચંદંનજી ઠાકોર, રઘુ દેસાઈએ સંયુક્ત પત્ર લખ્યો હોવાનું સ્વીકાર્યું છે.


આ મુદ્દે લલિત કગથરાએ કહ્યું કે, રાહુલ ગાંધી દ્વારકા આવ્યા હતા ત્યારે અમે રાહુલ ગાંધીને રૂબરૂ મળવાના હતા પણ મળી શક્યા નહોતા. તેના કારણે ચર્ચા નહોતી થઈ શકી તેથી 2022ની ચૂંટણીમાં કઈ રીતે કોંગ્રેસમાં રહીને જીતી શકાય તે અંગે ચર્ચા કરવા પત્ર લખ્યો છે. 2017માં પાટીદાર આંદોલનની હવા હતી જેથી કોંગ્રેસને સારી સીટો મળી હતી  પણ આ વખતે 2022માં કાંઈ હવા નથી તો કેમ લડવું તે ચર્ચા કરવા પત્ર લખ્યો છે. 


 


 


ગુજરાત કોંગ્રેસમાં નવાજૂનીનાં એંધાણ, 25 ધારાસભ્યોએ રાહુલને પત્ર લખીને કેમ માગ્યો મળવાનો સમય ?


 


હવે ફોટાને અલગ-અલગ ઇફેક્ટ્સ આપવા કામ આવશે ગૂગલ ફોટો, જલદી રિલીઝ થઇ રહ્યું છે ખાસ ફિચર, જાણો


ઋત્વિક હવે આ મોટી ફિલ્મમાં કરશે કામ, પિતા રાકેશ રોશને તૈયારીઓ કરી દીધી શરૂ, જાણો વિગતે


West Bengal: મમતા બેનરજીએ બંગાળમાં લોકસભાની પેટાચૂંટણીમાં બોલીવુડના ક્યા દિગ્ગજ અભિનેતાને આપી ટિકિટ ? બાબુલ સુપ્રિયો ક્યાંથી લડશે ?