અમદાવાદઃ ગુજરાતમાં 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુસંધાને વિવિધ સમાજની બેઠકો યોજાઈ રહી છે. વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા પોતાના સમાજના નેતાને મુખ્યમંત્રી બનાવવાની તરફેણ કરતાં નિવેદનો પણ આવી રહ્યાં છે ત્યારે હવે પાટીદાર સમાજ તરફથી પણ ચૂંટણી અંગે મહત્વનું નિવેદન કરાયું છે.


ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના ટ્રસ્ટી સી. કે. પટેલે ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીને લઈને નિવેદન કર્યું છે કે, પાટીદાર સમાજ આવનારા દિવસોમાં રાજકીય ચર્ચા કરવા એકત્ર થશે. આવનારા દિવસોમાં પાટીદાર સમાજના અગ્રણીઓની બેઠક મળશે અને પાટીદાર સમાજની તમામ સંસ્થાઓના અગ્રણીઓ રાજકીય ચર્ચા કરશે. જો કે ગુજરાતના આગામી  CM પાટીદાર હોવા જોઈએ કે નહીં તે અંગે એ કે પટેલે મૌન સેવ્યું હતું.


ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના ટ્રસ્ટી સી. કે. પટેલે જણાવ્યું કે, પાટીદાર સમાજના તમામ લોકો રાજકીય ચર્ચા કરવા આગામી સમયમાં મળશે અને આ  બેઠકમાં પાટીદાર સમાજના કલ્યાણ માટે રાજકીય ચર્ચા થશે. આ ચર્ચા બાદ ધમાકેદાર જવાબ આપવામાં આવશે.


સોલા ઉમિયાધામ સંસ્થાનના વિકાસ કર્યો અંગે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પટેલે કહ્યું કે, ઉમિયા માતાજી સંસ્થાન એક ધાર્મિક સંસ્થા છે અને તેને રાજકારણ સાથે કંઈ લેવાદેવા નથી. તેમણે સ્પષ્ટતા કરી કે, આજની બેઠક કોઈ રાજકીય બેઠક નહોતી અને રાજકારણ માટે અલગથી બેઠક કરવામાં આવશે. પાટીદારોના રાજકારણ અંગેનો જવાબ સમય આવશે ત્યારે ધમાકેદાર રીતે આપીશું એવો હુંકાર કરતાં પટેલે કહ્યું કે, યોગ્ય સમય આવશે ત્યારા રાજકારણમાં પાટીદારોની ભૂમિકા મુદ્દે રાજકિય મંચ પરથી જવાબ આપીશું. 


ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે પ્રિયંકા ગાંધીના માનીતા યુવા નેતાની નિમણૂકનો તખ્તો તૈયાર, જાણો  નેતાએ શું મૂકી શરત ?   


અમદાવાદઃ રાજીવ સાતવના અકાળે થયેલા નિધનના કારણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારીપદ ખાલી પડ્યું છે. આ હોદ્દા પર હવે સચિન પાયલોટની નિમણૂક થઈ શકે છે. કોંગ્રેસનાં સૂત્રોએ આપેલી વિગતો પ્રમાણે , સચિન પાયલોટ ગુજરાત કોંગ્રેસના પ્રભારી બની શકે છે. રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અને રાજસ્થાનના પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલોટની ગુજરાત કોંગ્રેસના પ્રભારીપદે નિમણૂકની સત્તાવાર જાહેરાત આગામી સપ્તાહમાં થઈ શકે છે .


સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે રાજસ્થાનના CM અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે સમાધાન થતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારીપદે સચિન પાયલોટની નિમણૂક નિર્ણય લેવાયો છે. પાયલોટ અને ગેહલોત વચ્ચે થયેલા સમાધાન પ્રમાણે સચિન પાયલોટ જૂથના ધારાસભ્યોને રાજસ્થાન સરકારમાં મંત્રીપદ મળશે. પોતાના જૂથના MLA મંત્રી બન્યા બાદ સચિન પાયલોટ ગુજરાતની કમાન સાંભળશે અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે કામગીરી શરૂ કરશે.


જયપુરંમાં ગઈકાલે કોંગ્રેસના બે દિગ્ગજનેતા અજય માકન અને કે સી વેણુગોપાલ સાથે પાયલોટની બેઠક થઈ હતી. આ બેઠકમાં પાયલોટે પહેલાં પોતાના જૂથના ધારાસભ્યો તથા નેતાઓને યોગ્ય હોદ્દા આપવાની માગણી કરી હતી. પાયલોટે પોતાના જૂથના ધારાસભ્યો તથા નેતાઓને રાજસ્થાન સરકાર અને પ્રદેશ કોંગ્રેસમાં યોગ્દ હોદ્દા પર નિમણૂક કરીને તેમની સાથે ન્યાય કરવાની માગણી કરી હતી. પોતાના જૂથના લોકોને યોગ્ય હોદ્દા મળ્યા બાદ હાઈકમાન્ડ જે કામગીરી સોંપે તે કરવા પાયલોટે તૈયારી બતાવી હતી. તેના ભાગરૂપે તેમને પ્રદેશ કોંગ્રેસના પ્રભારી બનાવાશે. અગાઉ સચિન પાયલોટ ગુજરાતના પ્રભારી બનવા અંગે ઇન્કાર કરી ચૂક્યા છે.