અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શાંત પડી રહી છે અને એક્ટિવ કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. હવે રાજ્યમાં માત્ર 330 એક્ટિવ કેસો જ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં વધુ એક જિલ્લો કોરોનામુક્ત બન્યો છે. આ સાથે ગુજરાતમાં 4 જિલ્લા કોરોનામુક્ત બની ગયા છે. આ જિલ્લામાં હવે એક પણ કોરોનાનો એક્ટિવ કેસ નથી. 


સૌરાષ્ટ્રનો મોરબી જિલ્લો કોરોનામુક્ત બન્યો છે. આ સિવાય પંચમહાલ, છોટાઉદેપુર અને અરવલ્લી જિલ્લા પણ અગાઉ કોરોનામુક્ત બનેલા છે. હજુ પાટણ, મહીસાગર અને બોટાદ જિલ્લો ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. કારણ આ ત્રણ જિલ્લામાં માત્ર 1-1 કોરોનાના એક્ટિવ કેસ છે. 


ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 30 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 42 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.74 ટકા થયો છે. 


 


ક્યાં નોંધાયા સૌથી વધુ કેસ


 


દાહોદમાં 6, અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરતમાં 3, સુરત કોર્પોરેશનમાં 3, વડોદરામાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, અમરેલીમાં 1, આણંદમાં 1, ભરૂચમાં 1, ડાંગમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1,  જુનાગઢમાં 1, મહેસાણામાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1 કેસ નોંધાયો હતો.


 


અહીં ન નોંધાયો એક પણ કેસ


અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહિસાગર, મોરબી, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.


 


હાલ કેટલા દર્દી છે વેન્ટિલેટર પર


 


રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10 હજાર 76 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 14 હજાર 307 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 330 એક્ટિવ કેસ છે, જેમાંથી 5 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 325 દર્દીની હાલત સ્થિર છે.


 


કેટલા લોકોને અપાયા રસીના ડોઝ


 


રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 3,22,664 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં કુલ રસીકરણનો આંક 3,16,30,281 પર પહોંચ્યો છે. જેમાં 352 હેલ્થ વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ, 7531 હેલ્થ વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને બીજો ડોઝ, 45 વર્ષથી મોટા 63,271ને પ્રથમ ડોઝ, 45 વર્ષથી મોટા 41415ને બીજો ડોઝ, 18-45 વર્ષના 1,90,903ને પ્રથમ ડોઝ અને 18-45 વર્ષના 17,203ને બીજો ડોઝ અપાયો હતો.


 


કયા શહેરમાં કેટલા દર્દીએ આપી કોરોનાને મ્હાત


 


અમદાવાદ કોર્પોરેશન અને ભરૂચમાં 10-10, વડોદરા કોર્પોરેશનમાં 7, સુરત અને અમરેલીમાં 3-3.. વડોદરા-મોરબીમાં 1-1 તથા તાપીમાં 2 તથા ગાંધીનગરમાં 4  દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી.