અમદાવાદઃ  ગુજરાતમાં શનિવાર સાંજથી  વરસાદી માહોલે જમાવટ કરી છે. બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે 27 જુલાઇ સુધી રાજયમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.   હવામાન વિભાગે આજથી 27 જુલાઇ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે 27 જુલાઇ સુધી અતિભારે વરસાદ થઇ શકે છે. આ દરમિયાન રાજ્યમાં સવારે 6 થી સાંજના 4 વાગ્યા સુધીમાં 197 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુરમાં નોધાયો છે.


ક્યાં પડ્યો સૌથી વધુ વરસાદ



  • છોટાઉદેપુરમાં સવા છ ઇંચ વરસાદ.

  • છોટાઉદેપુરના કંવાટમાં છ ઇંચ વરસાદ

  • રાજકોટના લોધીકામાં સવા પાંચ ઇંચ વરસાદ

  • જૂનાગઢના માણાવદરમાં પાંચ ઇંચ વરસાદ

  • જૂનાગઢના વંથલીમાં સાડા ચાર ઇંચ વરસાદ

  • જૂનાગઢ સીટીમાં સવા ચાર ઇંચ વરસાદ

  • છોટાઉદેપુર બોડેલીમાં સવા ચાર ઇંચ

  • વલસાડ કપરાડામાં ચાર ઇંચ વરસાદ

  • પોરબંદર કુતિયાણામાં ચાર ઇંચ વરસાદ

  • જામનગર કાલાવડમાં ચાર ઇંચ વરસાદ

  • દાહોદ લીમખેડામાં સાડા ત્રણ ઇંચ વરસાદ

  • રાજકોટ ધોરાજીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ

  • દાહોદમાં ત્રણ ઇંચ વરસાદ

  • પંચમહાલ શહેરામાં ત્રણ ઇંચ વરસાદ

  • જૂનાગઢ વિસાવદરમાં ત્રણ ઇંચ વરસાદ

  • દાહોદના સંજેલીમાં ત્રણ ઇંચ વરસાદ.

  • અરવલ્લી બાયડમાં ત્રણ ઇંચ વરસાદ

  • છોટાઉદેપુર જેતપુર પાવીમાં ત્રણ ઇંચ વરસાદ

  • પંચમહાલ જાંબુ ઘોડામાં પોણા ત્રણ ઇંચ વરસાદ

  • મહિસાગર કડાણામાં પોણા ત્રણ ઇંચ વરસાદ

  • દાહોદ ફતેપુરામાં પોણા ત્રણ ઇંચ વરસાદ

  • ગીર સોમનાથ વેરાવળમાં પોણા ત્રણ ઇચં વરસાદ

  • પંચમહાલ ગોધરામાં અઢી ઇંચ વરસાદ

  • જૂનાગઢ કેશોદમાં અઢી ઇંચ વરસાદ

  • દાહોદ દેવગઢ બારીયામાં અઢી ઇંચ વરસાદ


બે દિવસ વરસાદની આગાહી


હવામાન વિભાગની આગાહી અનુસાર 25 જુલાઇ અને 26 જુલાઇ  રવિવારે અને સોમવારે  દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. રવિવારે ભરૂચ, નવસારી, સુરત, વલસાડ,દમણ, દાદરાનગર હવેલી, ઉપરાંત દરિયાઇ વિસ્તાર પોરબંદર, સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. જૂનાગઢ, બનાસકાંઠા, સાબકકાંઠા, પાટણ, મહેસાણામાં પણ હવામાન વિભાગે ભારે વરસાદની શકયતા વ્યક્ત કરી છે.