અમદાવાદઃ નાયબ મુખ્યમંત્રીના નિવેદન સામે PAASના કન્વીનર દિનેશ બાંભણીયાનું નિવેદન સામે આવ્યું છે. બાંભણીયાએ જણાવ્યું હતું કે, 1999થી 2018 સુધી OBC કમિસનમાં વારંવાર રજુઆત કરી છે.  ગુજરાતના 27 પાટીદાર સમાજ દ્વારા અલગ અલગ અરજીઓ કરવામાં આવી છે. સરકાર બહાના બતાવાના બદલે સર્વેનું કામ શરૂ કરે. નાયબ મુખ્યમંત્રીના આવા નિવેદનથી દુઃખ થાય છે. OBC કમિશન દ્વારા પણ લેખિતમાં જણાવાયું છે કે માગણી થઈ છે. સરકાર કહે તો ફરીથી માગણી અને અરજી કરવા તૈયાર છીએ.

Continues below advertisement

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અમદાવાદમાં સરદારધામ ભવનનું લોકાર્પણ કર્યું હતું. સરદારભવનમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં ગામડાના વિદ્યાર્થીઓને છાત્રાલયની સુવિધા પૂરી પાડવામાં આવશે. આ કાર્યક્રમ બાદ મીડિયા સાથેની વાતચીતમાં નાયબ મુખ્યમંત્રીએ પાટીદારોને ઓબીસીમાં સમાવવા મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું હતું.

પાટીદાર સમુદાયને OBCમાં સમાવવા મુદ્દે પૂછાયેલા સવાલના જવાબમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે જે જ્ઞાતિ OBCમાં સમાવવામાં માંગતી હોય, તો તેમને ભલામણ કરવી પડશે. હાલ આવા પ્રકારની કોઈ જ્ઞાતિની માંગણી રાજ્ય સરકાર પાસે આવી નથી.

Continues below advertisement

વધુમાં તેમણે કહ્યું કે ભારત સરકારે સંસદમાં કાયદો પસાર કર્યો છે. જેમાં રાજ્યો OBCમાં જ્ઞાતિનો સમાવેશ કરી શકશે. કોઈપણ જ્ઞાતિ જો OBCમાં સમાવવા માંગતી હશે તો તેનો સર્વે કરવામાં આવશે. જે તે જ્ઞાતિનું સંગઠન માંગણી કરશે તો નિયમ મુજબ તેનો સર્વે કરવામાં આવશે. રાજ્ય સરકાર પાસે હાલમાં કોઈપણ જ્ઞાતિની OBCમાં જોડાવવાની માંગ આવી નથી.

નોંધનીય છે કે, ગત અઠવાડિયાએ ગુજરાતની મુલાકાતે આવેલા  કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે પાટીદારને OBCમાં સામેલ કરવા મુદ્દે નિવેદન આપતાં ફરી એકવાર અનામતનો મુદ્દો ચગ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, પાટીદારો, મરાઠા અને જાટ સમુદાયના લોકોનો ઓબીસીમાં સમાવેશ ન કરવો જોઇએ. પાટીદારોને ઓબીસીમાં સમાવવાના બદલે સરકાર અલગ વ્યવસ્થા કરે. આ નિવેદન મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ પ્રતિક્રિયા આપી હતી.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે કેન્દ્ર સરકાના બિલ પ્રમાણે રાજ્ય સરકારને અધિકાર મળ્યો છે કે કઈ જ્ઞાતિને obcમાં સમાવવા. કેન્દ્રના કોઈ નેતા કે કોઈ પક્ષના નેતા કોઈ નિવેદન કરે તે જરૂરી નથી. ઓબીસીમાં કઈ જ્ઞાતિને કઈ શરતોના આધારે સામેલ કરવી તે રાજ્ય સરકાર નો અધિકાર છે.

તેમણે ઉમેર્યું કે, કોઈ નેતા આ અંગે નિવેદન કરે તે માન્ય નથી. તેમણે પાટીદારોના નામનો ઉલ્લેખ કર્યા વગર કહ્યું હતું કે, જે જ્ઞાતિને લાભ લેવો હોય તે માંગણી કરે. સર્વે થાય અને માન્ય મળે તો ઓબીસીમાં સામેલ કરી શકાય. ભારત સરકારના કાયદાના આધારે બધા નિયમો નક્કી કરવામાં આવશે. જેને લાભ લેવો હોય એમણે માગણી કરવાની હોય. માગણીના આધારે સર્વે કરી યોગ્ય લાગે તો લાભ અપાય છે. 

કેન્દ્રિય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ રામદાસ અઠાવલે હાલ ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેમણે 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ મહત્વનું નિવેદન આપ્યું છે. રામદાસ અઠાવલે કહ્યું કે 2024માં ભાજપ 350 થી 400 બેઠકો જીતશે અને મોદી સરકારના નેતૃત્વમાં ભાજપની સરકાર બનશે. રામદાસ અઠાવલે ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અને અન્ય ચાર રાજ્યોમાં યોજાનાર ચૂંટણીઓમાં ભાજપને જ સમર્થન કરશે તેવું કહ્યું હતું. આ સાથે તેમણે મોદી સરકારના 7 વર્ષના શાસનના વખાણ કર્યા હતા અને મોદી સરકારની વેક્સિનેશનની કામગીરીને પણ વખાણી હતી.