અમદાવાદઃ ગઈ કાલે શહેરના રામોલ વિસ્તારમાં સિલાઇ મશીન રિપેર કરવા આવેલા યુવકે પરણીત યુવતીની એકલતાનો લાભ લઈ તેની સાથે પરાણે શરીરસુખ માણ્યું હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસે પરિણીતાની ફરિયાદને આધારે આરોપી યુવકને જેલ હવાલે કરી દીધો હતો. આરોપી યુવક પણ પરણીત હોવાનું અને યુવતીનો પરિચીત જ હોવાનું સામે આવ્યું છે. 


આ અંગેની વિતો એવી છે કે, રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી પરણીતાએ પોતાનું સિલાઇ મશીન બગડી ગયું હોવાથી આરોપીને મશીન રિપેર કરવા માટે બોલાવ્યો હતો. યુવક આવ્યો તે સમયે યુવતી એકલી હતી, જેનો લાભ લઈ યુવકે તેની સાથે બળજબરી કરી હતી અને પરાણે તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. 


આ અંગે પરિણીતાએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી લીધી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી યુવક અને પરણીતા એકબીજાના પરિચીત છે. અગાઉ બંને એકબીજાની પાડોશમાં જ રહેતા હતા. જેને કારણે બંને એકબીજાથી પરિચીત હતા. આરોપી સિલાઇ મશીનનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જોકે, પોલીસને બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાની આશંકા છે. તેમજ પોલીસે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.  પોલીસે બળાત્કારની ઘટનામાં પરણીતા અને આરોપીની મેડિકલ તપાસ કરાવી તપાસ શરૂ કરી છે.


અન્ય એક ઘટનાની વાત કરીએ તો, દિલ્હીથી વડોદરા આવેલી મામાની દીકરીને કેફી પીણું પીવડાવી પિતરાઇ ભાઇએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. નરાધમે દુષ્કર્મ આચર્યા બાદ યુવતીને મરી જવાની ધમકી આપી અને લગ્ન કરવાની લાલચ આપી હતી. યુવતીએ પતિને છૂટાછેડા આપ્યા બાદ યુવકે તેની સાથે લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતી. યુવતીએ દિલ્હીના પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદ વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર થઇ છે. 


આ અંગેની વિગતો એવી છે કે, દિલ્લીની યુવતી ગત માર્ચ મહિનામાં ગોત્રી સ્થિત ફોઇના ઘરે આવી હતી. નીતા પોતે પરણીત છે, પરંતુ તેને પતિ સાથે મનમેળ ન હોવાથી બંને છૂટા પડવા માંગતા હતા. આ અંગે ફોઇનો દીકરો સારી રીતે પરિચીત હતો. દરમિયાન પોતાના ઘરે આવેલી મામાની દીકરીને પ્રેમજાળમાં ફસાવી હતી તેમજ લગ્નની લાલચ આપી જેતલપુર રોડ પર આવેલી એક હોટલમાં લઈ ગયો હતો. અહીં કેફી પીણું પીવડાવી તેની સાથે પરાણે શરીરસુખ માણ્યું હતું. 


બીજી તરફ યુવતી હોશમાં આવતાં જ બૂમાબૂમ કરવા લાગી હતી. જોકે, યુવકે તેનું મોઢું દબાવી દીધું હતું. તેમજ ધમકી આપી હતી કે, તું આ અંગે કોઈને વાત કરીશ તો હું મરી જઇશ. આ સમયે તેણે યુવતી સાથે લગ્ન કરવાનું વચન પણ આપ્યું હતું. જોકે, તેને દિલ્લી જઈને પતિ સાથે છૂટાછેડા લેવા માટે જણાવ્યું તહતું. આમ, મામાની દીકરીને ધમકાવીને પોતાના ઘરે લઈ ગયો હતો. આ પછી યુવકની માતાએ ભત્રીજીને જણાવ્યું હતું કે, તેમનો દીકરો તારી સાથે લગ્ન કરશે તેમજ તેમ કહી તેને દિલ્લી જવા જણાવ્યું હતું. એટલું જ નહી, યુવક તેને દિલ્લી મુકવા પણ ગયો હતો. 


તેમજ યુવકે મામા-મામીને યુવતીના છેટાછેડા લેવડાવવા કહ્યું હતું. તેમજ તે તેની સાથે લગ્ન કરશે તેમ કહ્યું હતું. આમ, ફોઇના દીકરાએ લગ્નની તૈયાર બતાવતાં યુવતીએ પતિ સાથે છૂટાછેડા લઈ લીધા હતા. બીજી તરફ યુવકે લગ્ન માટે ઇનકાર કરી દેતાં પરિવારના સભ્યો યુવકને સમજાવવા વડોદરા આવી ગયા હતા. જોકે, યુવકે યુવતી પોતાના માટે રમકડું હોવાનું કહીને લગ્ન માટે ઇનકાર કરી દીધો હતો. જેથી પરિવાર દિલ્લી આવી ગયો હતો. 


યુવકે લગ્નની લાલચ આપીને શરીરસુખ માણ્યા પછી લગ્ન માટે ઇનકાર કરી દેતા યુવુતીએ દિલ્હીમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે યુવક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી ધરી છે.