અમરીશ પટેલ નામના એક આગેવાનને સ્ટેજ પર ન બોલાવતાં પાટીદારોના બે જુથના લોકો સામસામે આવી ગયા હતા. જે બાદ અફરાતફરી થઈ હતી. અમરીશ પટેલ તેમજ તેમના પુત્ર તીર્થ પટેલ અને ચિરાગ તેમજ કેતન પટેલ વચ્ચે મંચ પરની વ્યવસ્થાને લઈને ગરમાગરમી થઈ હતી. જે એટલી બધી ઉગ્ર થઈ ગઈ કે અંતે એકબીજા સાથે ધક્કામુક્કીમાં પરિણમી હતી. આ સ્થિતિને થાળે પાડવા માટે ભાજપ શહેર યુવા મોરચાના આગેવાન હિમાંશુ પટેલ તેમજ એસપીજીના આગેવાન પૂર્વીન પટેલે અમરીશ પટેલ તેમજ તીર્થ પટેલને પકડીને મંચથી દૂર લઈ જવા પડ્યા.
કેટલાક લોકોએ મીડીયાકર્મીઓ સાથે પણ ગેરવર્તણુંક કરી હોવાનું સામે આવ્યું છે. જો કે પૂર્વીન પટેલનું કહેવું છે કે બે ઘડી માટે થયેલા મનદુ:ખને કારણે આ સ્થિતિ ઊભી થઈ હતી પરંતુ ત્યાર બાદ બધું થાળે પડી ગયું હતું.