અમદાવાદ: શહેરની યુ એન મહેતા હોસ્પિટલમાં દર્દીએ આત્મહત્યા કરી લેતા હડકંપ મચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે દર્દીએ 7માં માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી છે. દર્દી હ્યદયરોગથી પીડિત હતો. હ્યદયરોગના દર્દથી કંટાળીને આત્મહત્યા કરી હોવાની વાત સામે આવી છે. મૃતક દર્દીનું નામ દિનેશ ભાઈ ચૌહાણ છે. હોસ્પિટલમાં દર્દીએ આત્મહત્યા કરી લેતા હોસ્પિટલ સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી.


વડોદરા: મીરા સોલંકી હત્યા કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડ


વડોદરા: વડોદરાની 20 વર્ષીય યુવતી મીરા સોલંકી હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આરોપી સંદીપ મકવાણાની ધરપકડ કરી છે. નર્મદા પોલીસે વડોદરાથી પકડી પડ્યો છે. હાલ નર્મદા પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. સંદીપે પોતાની ઓળખ છુપાવવા માથાના વાળ કાપી નાખ્યા હતા તેમ છતા તે પોલીસથી બચી શક્યો નહોતો.


નોંધનિય છે કે, મીરા સોલંકીનો મૃતદેહ 17 એપ્રિલના રોજ નર્મદા જિલ્લાના તિલકવાડાના કેસરપુરા પાસેથી મળ્યો હતો. મૃતદેહ મળ્યા બાદ આ યુવતી ક્યાંની રહેવાસી છે તેની તપાસ નર્મદા પોલીસે હાથ ધરી હતી. પોલીસ તાપસમાં જાણવા મળ્યું કે યુવતી વડોદરાની રહેવાસી છે. મીરા સોલંકી કોઈ સંદીપ મકવાણા નામના યુવાન સાથે વડોદરાથી નીકળી હતી અને સંદીપ સાથે હોવાની વાત સામે આવી હતી. તો બીજી તરફ સંદીપ મકવાણા આ યુવતી સાથે લગ્ન કરવા માંગતો હતો.  


ઘરેથી બંને જાણ નીકળી ગયા હતા. સંદીપ મકવાણા નામ નો યુવાન શકમંદ હતો તેની તાપસ કરતા ખબર પડી કે વડોદરામાં છે, તેથી પોલીસની ટીમોએ આ શકમંદ આરોપીને પકડવા કામે લાગી હતી અને આખરે તેને વડોદરાથી પકડી પડ્યો હતો. સંદીપ મકવાણાની પુછપરછ કરતા જાણવા મળ્યું કે મીરા અને સંદીપ બંને જણ 16 એપ્રિલ બપોર પછી વડોદરાથી નીકળ્યા હતા. બંન્ને એક બીજાને 4 વર્ષથી ઓળખતા હતા. 


વડોદરાથી નીકળ્યા પછી બંને જણ વડોદરા ગ્રામ્ય અને  છોટાઉદેપુર જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પર ફર્યા હતા,  ત્યાંથી તેઓ તિલકવાડા કેસરપુરા આવ્યા. કેસરપુરા પહોંચ્યા બાદ સંદીપે મીરાને લગ્ન બાબતે વાત કરતા મીરાએ લગ્ન માટે ના પડી જેથી સંદીપને ગુસ્સો આવ્યો અને રાતના સમયે મીરાની ઓઢણી વડે ગળું દબાવી તેનું મર્ડર કરી નાખ્યું અને ત્યાંથી ભાગી ગયો.


તો બીજી તરફ પોલીસને જે જગ્યાએ મૃતદેહ મળ્યો તે પહેલા સંદીપ મીરાને જ્યાં મારી નાખી હતી ત્યાં જોવા માટે પણ આવ્યો હતો. સંદીપને ખબર હતી કે તે ખુદ આરોપી છે જેથી તેને પોતાનો હુલિયો બદલી નાખ્યો હતો. વાળ કપાવીને દાઢી પણ કઢાવી નાખી હતી જેથી કોઈ તેને ઓળખી ના શકે. હાલ મીરાનો મોબાઈલ પોલીસને નથી મળ્યો પરંતુ જે ઓઢણીથી સંદીપે તેની હત્યા કરી હતી તે ઓઢણી પોલીસને મળી છે અને આગળની તપાસ  ચાલુ છે. પીએમ રિપોર્ટમાં મીરા સાથે રેપ થયો હોવાની કોઈ બાબત સામે આવી નથી.