અમદાવાદઃ વિવાદિત કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ થઈ છે. વસ્ત્રાપુર પોલીસ મથકે ધમકી અને છેડતીની ફરિયાદ નોંધાઈ છે. વસ્ત્રાપુરમાં રહેતી મહિલાએ  ફરિયાદ નોંધાવી છે. અગાઉ સેટેલાઈટમાં થયેલી ફરિયાદને લઇ ધમકી આપતા હોવાનો આક્ષેપ થયો છે. વસ્ત્રાપુર પોલીસે કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 


નોંધનીય છે કે, અમદાવાદની યુવતીએ કીર્તિ પટેલ સામે લોખંડની પાઈપથી માર માર્યો હોવાની ફરિયાદ સેટેલાઈટ પોલીસમાં નોંધાવી છે. હવે આ સમગ્ર મામલે પોલીસે કીર્તિ પટેલ તથા તેના બે સાથીદારો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં રાણીપ ખાતે રહેતા 27 વર્ષની યુવતી બ્યુટી પાર્લર ચલાવે છે અને તે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે. 6 મહિના અગાઉ તે ઈન્સ્ટાગ્રામમાં તેના મિત્રો સાથે લાઈવ હતી. આ દરમિયાન ટિકટોકથી જાણીતી બનેલી સુરતની કીર્તિ પટેલે અચાનક આ યુવતી સાથે લાઈવ આવીને તેની માતાને ગાળો આપી હતી. આ મામલે તેણે અમદાવાદ સાયબર ક્રાઈમમાં કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.


Surendranagar : ડાયરામાં આવેલા લૂંટના આરોપીને પકડવા પોલીસ પહોંચી તો મામલો બિચક્યો, પોલીસ-ટોળા વચ્ચે ઘર્ષણ
સુરેન્દ્રનગરઃ સાયલાના કસવાળી ગામે ડાયરામાં હાજર લૂંટ કેસના ફરાર આરોપીને મોરબી પોલીસ પકડવા જતાં મામલો બિચક્યો હતો. મોરબી પોલીસ લૂંટ કેસમાં ફરાર આરોપીને પકડવા પોલીસ ડાયરામાં આવતા મામલો બિચક્યો હતો. પોલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. બે રાઉન્ડ હવામાં ફાયરીંગ પણ થયું હોવાની ચર્ચા છે. ત્રણ પોલીસ કર્મચારીઓને મુંઢમાર વાગતા ઇજાગ્રસ્ત થયા છે. ધજાળા પોલીસ મથકે કુલ ૧૫૦થી વધુ વ્યક્તિઓ સામે રાયોટીંગનો ગુનો દાખલા કરવામાં આવ્યો છે. 


LRD ભરતીને લઈને આવી શકે છે મોટા સમાચાર, 570 યુવાનોને મળી શકે છે નોકરી
ગાંધીનગરઃ વર્ષ 2018મા એલાઆરડીની ભરતીની પરીક્ષાર્થીઓ માટે આજે સારા સમાચાર આવી શકે છે. 2018 એલઆરડીની ભરતીનુ વેઈટીંગ લિસ્ટ  ઓપરેટ કરાય તેવા પૂરા સંજોગો જોવાઇ રહ્યા છે. વેઈટીંગ લિસ્ટ ઓપરેટ કરાય તો 570 થી વધુ પરીક્ષાર્થીઓને નોકરી મળી શકે છે. 2018માં એલઆરડીની પરીક્ષાનુ લિસ્ટ ઓપરેટીંગ કરવાની માગ કરી રહેલા પરીક્ષાથીઓને આજે સરકારે ચર્ચા માટે બોલાવ્યા છે. સરકારનુ વેઈટીંગ લિસ્ટ ઓપરેટ કરવા અંગે સરકારનુ સકારાત્મક વલણ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. 1-08-2018ના પરીપત્રને લઈ એલઆરડી ની પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓને અન્યાયની થઈ હતી લાગણી.