
આ વર્ષની આવૃત્તિમાં પ્રથમવાર જ પેનલ ડિસ્કશન યોજવામાં આવ્યું હતું. આ પેનલ ડિસ્કશનનો ટોપિક ‘ધ પોલિસી ફ્રેમવર્ડ ઓફ ઈન્ડિયા ટુ એમેલિયોરેટ એન્ડ સ્ટીમ્યુલેટ એનહાન્સડ ઓઈલ રિકવરી’ હતો. આ પેનલ ડિસ્કશનમાં વિવિધ તજજ્ઞોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતાં. આ તજજ્ઞોમાં ઓએનજીસીનાં પૂર્વ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એસેટ મેનેજર ડો. આર વી મરાઠે, પૂર્વ જીએમ (કેમિસ્ટ્રી), ઓએનજીસી અને ઈઓઆર કન્સલ્ટન્ટ એસ બાતેજા, જેટીઆઈનાં ઈડી યોગેશ શુક્લ, મહારાષ્ટ્ર ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીનાં એસોસિએટ પ્રોફેસર સમર્થ પટવર્ધન તેમજ ભારત સરકારનાં એન્હાન્સ રિકવરી સમિતિના પ્રતિનિધિ વગેરેનો સમાવેશ થાય છે.
પીડીપીયુ ફેસ્ટ ૧૯માં વિવિધ ઔપચારિક અને અનોપચારિક ઈવેન્ટસ યોજાઈ હતી. ઔપચારિક ઈવેન્ટમાં ‘શો કેસ : ટેક્નિકલ પેપર એન્ડ પોસ્ટર પ્રેઝન્ટેશન કોમ્પીટીશન’માં આશાસ્પદ એન્જિનિયરોએ શ્રેષ્ઠ આઈડીયાઝ રજૂ કર્યા હતાં. તેમાં ૫૦થી વધુ પેપર્સ અને ૨૫થી વધુ પોસ્ટર્સ દર્શાવાયા હતાં. આ ઉપરાંત ‘એકઝામેન કેસ સ્ટડી સોલ્વીંગ કોમ્પીટીશન’માં પાર્ટિસીપન્ટસે ઉદ્યોગને સાંપ્રત સમસ્યાઓ અને તેમાં નિરાકરણોને દર્શાવ્યા હતાં. ‘અપોથિયોસીસ ટેકનિકલ મોડેલ મેડીંગ કોમ્પીટીશન’માં પાર્ટિસીપનટસ તેમનાં રચનાત્મક વિચારોમાં પ્રોટોટાઈપ્સ બનાવ્યા હતાં.
પીડીપીયુ ફેસ્ટ ૧૯માં પ્રોડક્ટશન ઓપ્ટીમાઈઝીંગ યુઝીંગ આર્ટિફીશયલ લિફટ અંગેનો વર્કશોપ પણ યોજવામાં આવ્યો હતો. જીયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા અધિકારીઓએ પણ આ ફેસ્ટમાં ભાગ લીધો હતો. અને જીયો લોગ જીયોલોજી ચેલેન્જનું આયોજન કર્યું હતું. પીડીપીયુ સ્ટુડન્ટ ચેપ્ટર દ્વારા હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓ માટે ‘એનર્જી મેનિયા’ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.