અમદાવાદઃ મોરબીમાં વિધાનસભાની બેઠકની પેટાચૂંટણીના પ્રચાર વખતે એક જાહેરસભામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાતિવાચક શબ્દપ્રયોગ કરતાં રોષે ભરાયેલા દલિતોએ અમદાવાદમાં મંગળવારે મોડી રાત્રે નીતિન પટેલનાં પૂતળાં બાળ્યાં હતાં. દલિત સંસ્થાના કાર્યકરોએ કૃષ્ણનગર અને મેઘાણીનગરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના પૂતળાં સળગાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. દલિતોના આક્રોશને પગલે નીતિન પટેલે ટ્વિટ કરીને માફી માંગતાં મામલો શાંત પડયો હતો.
નીતિન પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસ દરમિયાન સ્વ, કેશુભાઈ પટેલ તથા મહેશ કનોડિયા અને નરેશ કનોડિયાના ઘરે જઈને શ્રધ્ધાંજલિ આપી તે સંદર્ભમાં જાતિવાચક શબ્દોનો પ્રયોગ કરતાં ભડકો થયો હતો અને દલિતોમાં રોષ ભભૂક્યો હતો. સોશિયલ મિડીયામાં પણ નાયબ મુખ્યમંત્રીનો ભારે વિરોધ થયો હતો. ભારતીય દલિત પેન્થરે નીતિન પટેલ માંફી નહી માંગે તો સમગ્ર રાજ્યમાં પૂતળાદહન કરવા ચિમકી આપી હતી. તેના પગલે નીતિન પટેલે માફી માગી લીધી હતી.
દલિત સંગઠનોએ નિતીન પટેલના કાર્યક્રમનો વિરોધ કરવા તૈયારીઓ કરતાં અમદાવાદ પશ્ચિમમાં નીતિન પટેલના નિવાસસ્થાને પોલીસ સુરક્ષા ચુસ્ત કરી દેવાઈ હતી. દલિત પ્રભાવિત વિસ્તારોમાં પોલીસને એલર્ટ કરી રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યુ હતું.
મંગળવારે રાત્રે અમદાવાદ શહેરમાં મેઘાણીનગર અને કૃષ્ણનગરમાં દલિત સંસ્થાના કાર્યકરોએ મશાલ સરઘસ કાઢી વિરોધ નોંધાવ્યો હતો અને નીતિન પટેલનુ પૂતળુ સળગાવી રોષ ઠાલવ્યો હતો. આ સંદર્ભે પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.
રૂપાણી સરકારના ક્યા વરિષ્ઠ પ્રધાને દલિતો સામે જાતિવાચક શબ્દોનો પ્રયોગ કરતાં પૂતળાં બાળ્યાં ? પ્રધાને માફી માંગવી પડી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Nov 2020 09:32 AM (IST)
નીતિન પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસ દરમિયાન સ્વ, કેશુભાઈ પટેલ તથા મહેશ કનોડિયા અને નરેશ કનોડિયાના ઘરે જઈને શ્રધ્ધાંજલિ આપી તે સંદર્ભમાં જાતિવાચક શબ્દોનો પ્રયોગ કરતાં ભડકો થયો હતો અને દલિતોમાં રોષ ભભૂક્યો હતો.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -