રાજ્યસભાની ચૂંટણી બાદ અમદાવાદ કોંગ્રેસમાં શર્મા સામે વિરોધ શરૂ થયો હતો. અમદાવાદના બે ધારાસભ્યોએ જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિપક્ષ નેતા દિનેશ શર્માને હટાવવાની માગ કરી હતી. વિવાદ વધતાં સામે ચાલીને દિનેશ શર્માએ ગુજરાત કોંગ્રેસને રાજીનામું આપી દીધું હતું. એ પચી કર્યકારી નેતા તરીકે તૌસિફખાન પઠાણને નિમાયા હતા પણ તેમની સામે વિરોધ થતાં છેવટે ગુજરાત કોંગ્રેસ દ્વારા બહેરામપુરાના કોર્પોરેટર કમળાબેન ચાવડાની વિપક્ષ નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે.
રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હતા, કોંગ્રેસના ધારાસભ્યોને તૂટતાં રોકવા માટે ધારાસભ્યોને રાજસ્થાનના જયપુર રિસોર્ટમાં લઈ જવાયા ત્યારે અમદાવાદ શહેરના કોંગ્રેસના બે ધારાસભ્યોએ વિપક્ષી નેતા બદલવાની શરત મૂકી હતી. પ્રદેશ નેતાગીરી-હાઈકમાન્ડે વચન આપતાં શર્માને રાજીનામાની ફરજ પડાઈ હતી.