અમદાવાદ: દારુ પીધા બાદ ગાડીઓ ચલાવનારાઓની પોલીસે સર્વિસ શરુ કરી છે. મણીનગરમાં દારુ પીધા બાદ નબીરાઓએ કાર ચલાવી હતી. ગઈકાલે રાત્રે દારુ પીધા બાદ કાર ચલાવી હતી. હવે આવા નબીરાઓની પોલીસ જાહેરમાં જ સરભરા કરશે. દારુ પીને કાર ચલાવનારાઓની પોલીસે જાહેરમાં સર્વિસ શરુ કરી છે. સોમવારે અમદાવાદ શહેરના મણીનગરમાં દારુ પીધા બાદ કાર ચલાવી ભયંકર અકસ્માતનો વીડિયો સામે આવ્યો હતો જેમાં કાર બાકડા સાથે અછડાઈ પલટી મારી ગઈ હતી. આ નબીરાઓને પોલીસે જાહેરમાં જોરદાર દંડા ફટકારી માર માર્યો છે.
પોલીસે જાહેરમાં સર્વિસ કરી
પોલીસે જાહેરમાં ફટકારતા નબીરાઓ આજીજી કરતા જોવા મળ્યા હતા. દારુ પીધા બાદ કાર ચલાવનારાઓની પોલીસે જાહેરમાં સર્વિસ કરી છે. હવેથી અમદાવાદમાં જો દારુ પીધા બાદ કાર ચલાવી અથવા તો ઓવરસ્પીડમાં ડ્રાઈવિંગ કર્યું તો પોલીસ જાહેરમાં જ સર્વિસ કરશે. મણીનગરમાં ચાર યુવકો કારમાં સવાર હતા. દારુ પીધા બાદ કાર ચલાવી મોટો અકસ્માત સર્જાયો હતો. પોલીસે 48 કલાકમાં નબીરાઓની સર્વિસ કરી હિસાબ કર્યો છે.
મણીનગર જવાહર ચોકમાં કાર અકસ્માતની ઘટના બની હતી. બાદમાં આ ચારેય શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. 48 કલાકની અંદર જ પોલીસે આ લોકોને પકડી તેમની જાહેરમાં સરભરા કરી છે.
હવે લાગી રહ્યું છે કે જો શહેરમાં કોઈ વાહનચાહકો સ્ટંટ કરશે, ઓપરસ્પીડમાં ચલાવશે કે પણ દારુ પીધા બાદ ડાઈવિંગ કરશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે. આ વીડિયો જોઈને તો હાલ લાગી રહ્યું છે કે આવનાર સમયમાં અમદાવાદ પોલીસ વધુ આક્રમક બનશે.
ગુજરાતમાં પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ
રાજ્યમાં પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ યોજવામાં આવી છે. સ્ટંટ, ઓવરસ્પીડ અને ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારા લોકો પર પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. રાજ્યના ડીજીપી દ્વારા તમામ કમિશનરો અને જિલ્લા પોલીસવડાને મેગા ડ્રાઈવ યોજવાની સૂચના આપી દેવામાં આવી છે.
અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ અકસ્માતની ઘટના બાદ પોલીસે ટ્રાફિકના નિયમોને લઈ રાજ્યભરમાં મેગા ડ્રાઈવ યોજી છે. ઓવરસ્પીડ, સ્ટંટ બાજ વિરુદ્ધ રાજ્યભરમાં મેગા ડ્રાઈવ ચાલી રહી છે. રાજ્ય પોલીસ વડાએ તમામ કમિશનર અને એસપીને આદેશ આપ્યા છે. ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં એક મહિના સુધી સ્પેશ્યલ ડ્રાઈવ ચલાવશે. ગુજરાત પોલીસની આ મેગા ડ્રાઈવમાં ઓવર સ્પીડ, સ્ટંટ કરતા નબીરાઓ, દારુ પીધા બાદ કાર ચલાવનારાઓ અને ટ્રાફિકના નિયમો તોડનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial