અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયા કોરોના સામે લડી રહી છે. ત્યારે કોરોનાની રસીને લઈને સારા સમાચાર આવ્યા છે. ઝાયડસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેની પ્લાઝમિડ DNA વેક્સિન ઝાયકોવ-ડી (ZyCoV-D)નું હ્યુમન ક્લિનિકલ ટ્રાયલનું પહેલા તબક્કામાં સફળ પરિક્ષણ થયું છે. ZyCoV-Dના ફેઝ-1ના ક્લિનિકલ ટ્રાયલમાં આ દવા સલામત હોવાનું સામે આવ્યું છે અને બીમારીને સારી રીતે ટોલરેટ કરી શકે છે. નોંધનીય છે કે, કંપનીએ 15 જુલાઈથી કોરોના વેક્સિનનું માણસો પર ટ્રાયલ શરુ કર્યું હતું.


ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલે જણાવ્યું કે, ZyCoV-Dનું પહેલા તબક્કાના પરિક્ષણની સફળતા અમારા માટે અગત્યની છે. સલામતી માટે દવાનો ડોઝ અપાયા પછી બધા જ સબ્જેક્ટને 24 કલાક માટે ક્લિનિકલ ફાર્માકોલોજીકલ યુનિટમાં મોનિટર કરવામાં આવ્યા હતા. ઉપરાંત 7 દિવસ માટે તેઓને ઓબ્ઝર્વેશનમાં રખાયા હતા, જેમાં વેક્સિન સલામત હોવાનું સાબિત થયું હતું.

કંપની દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું કે, ફેઝ-1ના સફળ પરિક્ષણ પછી હવે બીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ ગઈ કાલે 6 ઓગસ્ટથી શરુ થયું છે. ફેઝ-2માં કંપની ભારતમાં તબક્કાવાર 1000 લોકો પર ક્લિનિકલ ટ્રાયલ્સ કરશે. વેક્સીનમાં રહેલા એન્ટીબોડીઝથી વાઈરસનો સંપૂર્ણ સફાયો થવાનું તેમજ આ વેક્સીન કેન્ડીકેટથી રક્ષણની પ્રબળ શકયતા સર્જાતી હોવાનું બહાર આવ્યું છે.

ટ્રાયલમાં વેક્સીનમાં રહેલા એન્ટીબોડીઝથી વાયરસનો સંપૂર્ણ સફાયો થવાનું અને આ વેક્સીન કેન્ડીકેટથી રક્ષણની પ્રબળ શકયતા સર્જાતી હોવાનું બહાર આવ્યું છે. આ સિવાય આ વેક્સીન કેન્ડીકેટ ટોક્સીકોલોજી સ્ટડી દરમિયાન રીપીટ ડોઝમાં ઈન્ટ્રામસ્ક્યુલર અને ઈન્ટ્રાડર્મલ રીતે અપાયા બાદ સલામતીના કોઈ જ પ્રશ્નો ઉભા ન થતા હોવાનું જાણવા મળ્યું છે.