અમદાવાદ: મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ફક્ત મહિલાઓ માટે પિન્ક શૌચાલય બનાવવાની શરૂઆત કરી છે. અમદાવાદ શહેરમાં એક ઝોનમાં ત્રણ ટોયલેટ દીઠ કુલ 21 ટોયલેટ બનાવવામાં આવશે. અમદાવાદમાં જ્યાં 10 કરોડના ખર્ચે બનાવાશે 21 પિન્ક ટોયલેટ બનાવવામાં આવશે. મહિલાઓ માટે બનાવવામાં આવનારા પિંક ટોયલેટ બન્યા બાદ મેન્ટેનન્સ માટે ટેન્ડરિંગ કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં 21 ટોયલેટ બનાવવા માટે અલગ અલગ સ્થળોની પસંદગી કરી લેવામાં આવી છે. અન્ય ટોયલેટ કરતા પિંક ટોઇલેટ કઈ રીતે અલગ હશે અને પિંક શૌચાલયની ખાસિયત ઉપર નજર કરીએ તો,


-શૌચાલયોમાં સેનિટરી નેપકિન્સ માટે વેન્ડિંગ મશીન
-વપરાયેલ નેપકિનને ડમ્પ કરવા માટે ઇન્સિનરેશન મશીન -શૌચાલયમાં અલગ ફીડિંગ રૂમ તેમજ ચેન્જિંગ રૂમ  
-દરેક સ્ટ્રક્ચરમાં પાંચ વેસ્ટર્ન કમોડ 
-મહિલાઓ દ્વારા સંચાલિત કરવામાં આવશે 
-વિકલાંગ મહિલાઓ માટે રેમ્પ પણ હશે.


એએમસીએ તેના બજેટમાં પિંક શૌચાલયોની દરખાસ્ત મૂકી હતી અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ કામગીરી હાથ ધરવામાં આવશે.પિંક ટોયલેટ આગામી ત્રણથી ચાર મહિના દરમિયાન અમદાવાદ શહેરમાં શરૂ કરવા AMC ની તૈયારી છે.


ઉતરાયણને લઈને અમદાવાદ પોલીસે બહાર પાડ્યું જાહેરનામું


ઉતરાયણના તહેવારને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં પ્રતિબંધિત સિંથેટિક દોરી એટ્લે કે ચાઇનીઝ દોરી, તુક્કલ વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધના જાહેરનામા અંગે માહિતી આપવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે,  ચાઇનીસ દોરીના વિક્રેતાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદમા 113 જગ્યા પર રેડ કરવામાં આવી છે. લોકો અને પશુઓને નુકશાન થાય તે માટેના પ્રયાસ મામલે 170 જેટલા કેસ કરવામાં આવ્યા છે.


આઈટી એકટ હેઠળ કામગીરી કરવામાં આવશે


ચાઇનીસ દોરીના ઑનલાઇન વેચાણ સામે પણ આઈટી એકટ હેઠળ કામગીરી કરવામાં આવશે. સિંથેટિક દોરી વધુ કેમિકલ ટ્રીટમેન્ટ આપી વધુ કાચ ઉમેરવામાં આવે છે. જેથી દરેક પોલીસ સ્ટેશનને સુચના અપાઈ છે કે જેઓ દોરી તૈયાર કરતા હોય તેમને સમજાવવામાં આવી રહ્યાં છે. વધું તેજીલી દોરી ઘાતક હોય છે જેથી તેના પર નિયંત્રણ મેળવવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવે છે.


અમદાવાદ પોલીસ સતર્ક બનીને કાર્યવાહી કરી રહી છે



પ્રતિબંધિત સિન્થેટિક દોરી કે જે ચાઈનીઝ દોરીના નામથી ઓળખાય છે તેની સામે અમદાવાદ પોલીસ સતર્ક બનીને કાર્યવાહી કરી રહી છે. ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા લોકો સામે અત્યાર સુધી 170 કેસ દાખલ કરવામાં આવ્યા છે. માત્ર ચાઈનીઝ દોરી નહીં પરંતુ પોલીસ હવે રેગ્યુલર પતંગ ચગાવવાની દોરીને વધુ ધારદાર બનાવતા વેપારીઓને મળીને સમજાવવાનો અભિયાન પણ હાથ ધર્યું છે.


અમદાવાદમાં અત્યાર સુધી 170 કેસ દાખલ કરવામાં આવ્યાં 


ઉતરાયણનો તહેવાર નજીક છે તેવામાં દિવસેને દિવસે ચાઈનીઝ દોરીનું પ્રમાણ વધ્યું છે. લોકો માટે ઘાતક અને જીવલેણ સાબિત થતી ચાઈનીઝ દોરીના વેપાર અને ઉપયોગ સામે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધી 170 કેસ દાખલ કરવામાં આવ્યાં છે. એક અંદાજ પ્રમાણે અત્યાર સુધી 3 હજાર જેટલી ચાઈનીઝ દોરીની રીલ ઝડપી લેવામાં આવી છે. ઓનલાઇન ચાઈનીઝ દોરીના વેચાણ બાબતે પણ સાયબર પોલીસ નજર રાખી રહ્યું હોવાનું દાવો કરવામાં આવી રહ્યો છે.


 વેપારીઓ સાથે મળીને જાગૃતા લાવવાનો પ્રયાસ


અમદાવાદ શહેર પોલીસ માત્ર ચાઈનીઝ દોરી પરંતુ રેગ્યુલર દોરી તૈયાર કરતા વેપારીઓ સાથે મળીને જાગૃતા લાવવાનો પ્રયાસ કરી રહી છે. રેગ્યુલર દોરીને વધારે મજબૂત બનાવવા માટે કેમિકલ અને કાચનો ઉપયોગ કરવામાં આવે છે, જે પણ ચાઈનીઝ દોરી જેટલો જ ઘાતક બની શકે છે. જેથી જે તે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દોરીને માંજો કરાવતાં વેપારીઓ સાથે મુલાકાત કરી કેમિકલ કે વધારે પડતા કાચનો ઉપયોગ ન કરવા માટે સમજાવવાનો અભિયાન હાથ ધર્યું છે.