PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ ફરી ગુજરાત પ્રવાસે આવશે. આગામી ૨૮ અને ૨૯ જૂલાઈના રોજ તેઓ ગુજરાતમાં આવશે.  સાબરકાંઠા અને ગાંધીનગરના રદ્દ થયેલા કાર્યક્રમોમાં ભાગ લેશે પીએમ મોદી. નોંધનિય છે કે, આ પહેલા ભારે વરસાદના કારણે કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા, જો કે, હવે વરસાદે આંશિક વિરામ લેતા પીએમ મોદી ગુજરાત આવશે અને આ કાર્યક્રમમાં ભાગ લેશે. તો બીજી તરફ ગુજરાતમાં ચૂંટણીનું વર્ષ હોવાથી પીએમનો આ કાર્યક્રમ ખુબ મહત્વનો માનવામાં આવે છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને હાલમાં વિવિધ પાર્ટીના મોટા નેતાઓ ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે.


તમને જણાવી દઈએ તે, રાજ્યમાં ભારે વરસાદના કારણે પીએમ મોદીનો સાબરડેરીનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. 15 જુલાઈના રોજ પીએમ મોદી આ કાર્યક્રમમાં ભાગ લેવા ગુજરાત આવવાના હતા. જ્યાં તેઓ હિંમતનગરમાં સાબર ડેરીના પ્લાન્ટનું ઉદ્ધાટન કરવાના હતા. સાબર ડેરીના કાર્યક્રમમાં જનસભાને સંબોધન કરવાના હતા. આ ઉપરાંત GIFT સિટીની પણ મુલાકાત લેવાના હતા. જો કે ભારે વરસાદને કારણે આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો.


જગદીપ ધનખડે ભર્યું ઉમેદવારી પત્ર
પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના નેતા જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે NDAના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અન્ય ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા.


ક્યારે યોજાશે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી


ઉપરાષ્ટ્રપતિ પદ માટે 6 ઓગસ્ટે ચૂંટણી થવાની છે. આ માટે નોમિનેશનની છેલ્લી તારીખ 19 જુલાઈ છે. ધનખડ રાજસ્થાનના જાટ સમુદાયમાંથી આવે છે. ખેડૂત પરિવારમાં જન્મેલા ધનખડને ઉમેદવાર બનાવીને ભાજપે મોટી દાવ રમી છે. રાજસ્થાન ઉપરાંત પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, દિલ્હીમાં જાટ સમુદાયની સંખ્યા ઘણી વધારે છે. આ સિવાય પશ્ચિમ બંગાળમાં ધનકરડ પકડ ઘણી મજબૂત માનવામાં આવે છે