અમદાવાદ: શહેરમાં છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોતાની માલિકી ન હોવા છતાં ઠગબાજોએ બબ્બે વખત મિલ્કત વેંચી નાખી હતી. આ અંગે વિગતે વાત કરીએ તો, વાડજમા ખોટા દસ્તાવેજો બનાવીને મિલકત પડાવવાનો પ્રર્દાફાશ થયો છે. આ મામલે પોલીસે આરોપી ઈમરાન મેમણની ધરપકડ કરી છે, જેણે બનાવટી દસ્તાવેજોના આધારે કરોડોની મિલકતની 3 વખત વેચાણ કરીને કાવતરૂ રચ્યુ હતું.
આ મકાન પડાવવા માટે બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા
નોંધનીય છે કે, વાડજમા હરીદાસ કોલોનીમાં આવેલ મકાનનો આરોપીએ બોગસ ડોકયુમેન્ટ બનાવીને વેચાણ કરાર કર્યો હતો. હકીકતમાં મકાન ઉત્પલ અમીનનુ હતું, પરંતુ ઉત્પલનો પરિવાર અમેરિકા સ્થાયી થયો હતો. જેથી આ મકાન ઈન્દ્રજીત રાવલ નામના વ્યકિતને ભાડે રહેવા આપ્યું હતું. ઈન્દ્રજીત અને ઈમરાન મેમણ બંન્નેએ સાથે મળી, આ મકાન પડાવવા માટે બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા.
પરિવાર અમેરિકા જતો રહેતા આ ષડયંત્ર આચરીને કૌભાંડ આચર્યુ
ઈન્દ્રજીતએ આ મકાન ઈમરાનને વેચાણ કર્યુ. જયારે ઈમરાનને મનોજ શાહ નામના વ્યકિતને વેચાણ કર્યુ. આ પ્રકારે ખોટા વેચાણ કરાર બનાવીને મકાનને પડાવવાના કાવતરામાં પોલીસે ઈમરાનની ધરપકડ કરી છે. 1956મા મિલકતના પ્રથમ માલીક ભોગીલાલ અને મોહનભાઈ હતા. તેમણે આ મકાન ઉત્પલના પિતા સુરેન્દ્રભાઈ અને કાકા વિનોદભાઈને વેચાણ કર્યુ હતુ. પરંતુ તેમના અવસાન બાદ મકાનના માલીક તેમના પત્ની સુલોચનાબેન બન્યા હતા. પરંતુ આ ત્રીપુટીએ પરિવાર અમેરિકા જતો રહેતા આ ષડયંત્ર આચરીને કૌભાંડ આચર્યુ હોવાનું ખુલ્યુ છે. હાલમા વાડજ પોલીસે આરોપીની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવીને તપાસ શરૂ કરી છે. આ ત્રીપુટીએ મકાન પડાવવાના ષડયંત્રમા અન્ય કેટલા લોકો સાથે ઠગાઈ કરી છે અને અન્ય કોઈ વ્યકિત આ કાંડમાં સંડોવાયેલા છે કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરી છે. જોકે, ચોંકાવનારી વાત એ પણ છે કે, વિદેશમાં રહેતા લોકો આ વાતને લઈને વધુ ચિંતીત બન્યા છે. પોતાની જાણ બહાર આ રીતે મિલ્કતો વેંચાવા લાગતા અનેક સવાલો ઉભા થયા છે.
આ પણ વાંચો...
Ahmedabad News: અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા મહત્વનો નિર્ણય, આ રિંગ રોડ પર બનશે સિક્સ લેન
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial