અમદાવાદઃ ફેસૂબક પર હિન્દુ દેવી-દેવતાના નામે અશ્લીલ લખાણ લખનારા સામે ફરિયાદ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 May 2020 10:11 AM (IST)
ફેસબુક પર હિન્દુ દેવી-દેવતાના નામે અશ્લીલ લખાણવાળું ગ્રૂપ બનાવ્યું હતું. સાયબર ક્રાઇમે 8 ફેસબુક આઈડી ધારક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
અમદાવાદઃ ગુજરાતમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે. આ બધાની વચ્ચે અસામાજિકત્વો દ્વારા સોશિયલ મીડિયા પર લોકોની ધાર્મિક લાગણી દુભાઈ તેવી પોસ્ટ મુકવામાં આવી છે, ત્યારે અમદાવાદ સાઇબર ક્રાઇમ દ્વારા ફેસબુક પર વિવાદિત પોસ્ટ લખનાર વિરુધ્ધ ફરીયાદ નોંધવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે ફેસબુક પર હિન્દુ દેવી-દેવતાના નામે અશ્લીલ લખાણવાળું ગ્રૂપ બનાવ્યું હતું. સાયબર ક્રાઇમે 8 ફેસબુક આઈડી ધારક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ધાર્મિક લાગણી દુભાય અને સમાજમા કોમી વૈયમનસ્ય સર્જાય તેવા લખાણ લખાયા હતા. સાયબર ક્રાઇમના psiએ ફરિયાદ વધુ નોંધી તપાસ હાથ ધરી છે. ભગવાન રામ માટે અભદ્ર શબ્દોના પ્રયોગ સાથે ગ્રૂપ બનાવ્યું હતું.