અમદાવાદ: હાલમાં ઉનાળોના આકરો તાપ લોકોને દઝાડી રહ્યો છે. ખાસ કરીને બપોરના સમયે લોકોને વધુ હાલાકી પડે છે. તો બીજી તરફ બપોરના સમયે જ્યારે વાહન ચાલકો શહેરના રસ્તાઓ પર નિકળે છે ત્યારે ટ્રાફિક સિગ્નલ બંધ હોવાના કારણે ઉભા રહેવું પડે છે. આ દરમિયાન લોકોને આકરા તાપમાં શેકાવું પડે છે. જો કે, આ સમસ્યાનું સમાધાન તંત્રએ શોધી કાઢ્યું છે. આજથી 127 ટ્રાફિક સિગ્નલ બપોરના 12 થી 4 બંધ રાખવાનો પોલીસ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
વધતી ગરમીના પગલે ટ્રાફિક પોલીસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. બંધ સિગ્નલ ઉપર વાહનચાલકોને મેમો ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 55થી વધુ સિગ્નલ ઉપર સેકન્ડ પણ ઘટાડવામાં આવી છે. અલગ અલગ પ્રશાસન દ્વારા ગરમીથી બચવા માટે પગલાં લેવાઈ રહ્યા છે. બગીચા વિભાગ દ્વારા પણ શહેરના બગીચા રાતે 11 કલાક સુધી ખુલ્લા રખાશે.
યુવરાજસિંહ જાડેજાએ પોતાની હત્યા કરવાના ષડયંત્રની આશંકા વ્યક્ત કરી
ભાવનગરઃ ડમી કાંડમાં તોડ કાંડ મામલે યુવરાજસિંહ ભાવનગર SOG સમક્ષ હાજર થશે. યુવરાજસિંહ મંદિરમાં દર્શન કર્યા બાદ પગપાળા કૂચ કરી એસઓજી પહોંચી રહ્યા છે. યુવરાજસિંહે કહ્યું હતું કે વિદ્યાર્થીઓને હેરાન ના કરો. હું તમામ પ્રશ્નોના જવાબ આપીશ. હું તપાસમાં સહયોગ કરીશ.
ભાવનગર એસઓજી સમક્ષ હાજર થતા અગાઉ યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે ડમીકાંડ છૂપાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે તેનો પર્દાફાશ કરીશ. અમે જેટલા નામો આપીએ છે તેની તપાસ પોલીસ કરતી નથી.યુવરાજસિંહે પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા. યુવરાજે કહ્યું હતું કે મોટા રાજકીય માથાઓ અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક રાજકીય નેતાઓએ પાર્ટીમાં આવવાની ઓફર આપી હતી.
યુવરાજે કહ્યું હતું કે 2004થી ડમીકાંડનું કૌભાંડ ચાલે છે. આ ડમીકાંડથી અનેક લોકો અધિકારીઓ બની ગયા છે. સરકાર આરોપીને સાક્ષી બનાવી અમને સમન્સ પાઠવે છે. ભાજપનો ખેસ પહેરનારાઓને સમન્સ પાઠવવામાં આવતા નથી. કૌભાંડીઓને બચાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળના તત્કાલિન ચેરમેન અસીત વોરાને સમન્સની યુવરાજની માંગ છે.
પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી પર યુવરાજસિંહે ગંભીર આરોપ લગાવ્યા હતા. યુવરાજસિંહે જીતુ વાઘાણીના નામનું સમન્સ નીકાળવા માંગ કરી હતી. અવધેશ, અવિનાશ, જસુ ભીલના નામનું સમન્સ નીકળવું જોઇએ. પંચાયત સેવા પસંદગી મંડળના તત્કાલિન અધ્યક્ષનું નિવેદન પણ લેવું જોઇએ.યુવરાજ સિંહે વધુ 30 નામો પોલીસને આપવાનો દાવો કર્યો હતો. યુવરાજસિંહે કહ્યું કે પૂર્વ ગૃહરાજ્યમંત્રી, વર્તમાન મંત્રીને અનેક પુરાવા આપ્યા છતાં કાર્યવાહી નહી. યુવરાજે દાવો કર્યો હતો કે મને પક્ષનો ખેસ પહેરાવવાનો પ્રયાસ થયો હતો.