અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલસ કર્મચારી ફરજ દરમિયાન કોરોનાની ઝપેટમાં આવી ગયા હતાં. જોકે તેઓ કોરોના સામેની જંગ હારી જતાં આજે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. હેડ કોન્સ્ટેબલ ભરતજી સોમાજીના નિધનથી પોલીસ બેડામાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો.
ભરતજી સોમાજી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યાર બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ રહ્યાં હતા. જોકે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.