Rath Yatra: 146મી રથયાત્રાની અમદાવદામાં તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. આજે નવનિર્મિત રથનું રિહર્સલ કરવામાં આવશે. ખલાસી બંધુઓ દ્વારા રથનું રિહર્સલ કરવામાં આવશે. ખાસ તો નવા રથનાં સ્ટેરીંગની ચકાસણી કરવામાં આવશે. રથયાત્રામાં રૂટ પર આવતી ગલીઓમાં રથ વળશે કે કેમ તેની ચકાસણી કરવામાં આવશે. અને જો કોઈ જો કોઈ ક્ષતિ હોય તો રથયાત્રા પહેલા તેમાં સુધારો કરવામાં આવશે.


અષાઢી બીજના દિવસે જગન્નાથપુરીની સાથે અમદાવાદમાં પણ રથયાત્રા નીકળે છે.  આ વખતે 146મી રથયાત્રા નીકળશે. અમદાવાદની રથયાત્રાનું મુખ્ય આકર્ષણ ભગવાનના રથ હોય છે. જોકે દર વર્ષે પુરીમાં ભગવાનના રથનું નિર્માણ થતું હોય છે. પરંતુ 72 વર્ષ બાદ અમદાવાદના રથનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.


અમદાવાદમાં કયારે થઈ હતી રથયાત્રાની શરૂઆત


અમદાવાદ શહેરમાં રથયાત્રાની શરૂઆત 1878માં થઈ હતી. મહંત નરસિંહદાસજી મહારાજે અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત કરાવી હતી. આમ વર્ષો બાદ આજે પણ ભવ્ય રીતે રથયાત્રા નીકળે છે અને ભગવાન નગર ચર્યાએ નીકળીને નગરજનોને દર્શન આપે છે. 2023 માં 146મી રથયાત્રા નીકળશે. આ માટે હાલ ભગવાન જગન્નાથજી, ભાઈ બલબદ્ર અને બહેન સુભદ્રાજી માટે ત્રણેય નવા રથનું નિર્માણ થઈ રહ્યું છે. પરંપરા જળવાઈ રહે તે પ્રમાણે રથનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.


કયા લાકડાનો કરાયો છે ઉપયોગ


મંદિરની પરંપરા પ્રમાણે નવા રથની સાઈઝ છે. રથ નિર્માણ માટે  સાગ અને સીસમના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ લાકડું વધઈથી મંગાવવામાં આવ્યું છે. ભગવાનના નવા રથ  80 વર્ષ સુધી ચાલે તેવા બનાવવામાં આવશે. રથ બનાવવામાં અંદાજી ચાર મહિના જેટલો સમય લાગશે. 5 કારીગર દ્વારા રથનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.


જૂના રથ કરતાં નવા રથમાં કેટલો ફેર હશે ?


જૂના રથ કરતા નવા રથમાં થોડો ફેરફાર કર્યા છે. રથ બનાવવા માટે સાધના લાકડાના તેમજ પૈડા બનાવવા માટે સીસમના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રચનામાં થોડો ફેરફાર કરાયો છે, નવા રથ એકવાર બન્યા પછી 80 વર્ષ સુધી ચાલે તે પ્રમાણે મજબૂતાઈથી બનાવવામાં આવી રહ્યા છે. ત્રણે રથની થીમ કેવી રહેશે તે જાણવા માટે લોકો ઉત્સાહશે ત્યારે પ્રથમ રથની ડિઝાઇન દેવી-દેવતાઓની મૂર્તિઓ અને સુદર્શન ચક્રની થીમ પર બનશે. બીજા રથ સુભદ્રાજીના લાલ અને પીળા રંગ સાથે નવ દુર્ગાની થીમ પર બનાવવામાં આવશે ત્રીજા બળભદ્રજીના રથને ચાર અશ્વની થીમ પર બનાવવામાં આવશે. જુના રથ કરતા નવા બનનારા ત્રણેય રથ નજીવા ફેરફાર કરાયા છે અને રચનામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.


કેટલા ઘન ફૂટ લાકડાનો થશે ઉપયોગ


ભગવાનના રથ બનાવવા માટે 400 ઘનફૂટ જેટલું સાગનું જ્યારે 150 ઘનફૂટ સીસમનું લાકડું ઉપયોગમાં લેવાશે. રથના પૈડા બનાવવા માટે સિસમના લાકડાનો ઉપયોગ થાય છે. જે સખત અને ટકાઉ હોય છે


જૂના રથનું શું થશે


જોકે તમામ લોકોને એ પણ સવાલ ઉદભવે કે જૂના રથનું શું કરવામાં આવશે ?  તેને લઈને દિલીપદાસજી મહારાજે કહ્યું કે તે જૂના રથ પણ દર્શન માટે રાખવામાં આવશે.