Biparjoy Cyclone: અરબી સમુદ્રમાં એક્ટિવ થયેલ બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરોને પગલે સૌરાષ્ટ્રના આઠ જિલ્લાઓમાં રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તમામ સેવા, સુવિધાઓ અને માનવબળની પૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે.
મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ તહેનાત
૧૫ જુન બપોરે ૦૪:૦૦ કલાકની પરિસ્થિતીએ સૌરાષ્ટ્રના ૮ જિલ્લાઓમાં ૬૩૧ મેડિકલ ટીમ, ૩૦૨ એમ્બ્યુલન્સ અને ૨૦૨ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ વાવાઝોડાની સંભવિત તમામ આકસ્મિક પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે રાઉન્ડ ધ ક્લોક તહેનાત કરવામાં આવી છે.
ક્રિટીકલ બેડ તૈયાર
વધુમાં સૌરાષ્ટ્રના આ આઠ જિલ્લા, જામનગર, જુનાગઢ, કચ્છ, રાજકોટ, મોરબી, ગીરસોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, તેમજ જામનગર, રાજકોટ અને જુનાગઢ મ્યુનિસીપલ કોર્પોરેશનમાં વિવિધ હેલ્થ કેર સેન્ટરમાં મળીને કુલ ૩૮૫૧ જેટલા ક્રિટીટલ બેડ દર્દીઓની સારવાર અર્થે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. તદ્અનુસાર જામનગરમાં ૧૨૭, જુનાગઢમાં ૧૦૧, કચ્છમાં ૨૩૧૪, રાજકોટમાં ૭૧૦, મોરબીમાં ૩૭, ગીર સોમનાથમાં ૧૯૩, દેવભૂમિ દ્વારકામાં ૬૫, પોરબંદરમાં ૨૦, જામનગર મ્યુનિસીપલ કોર્પોરેશનમાં ૧૨૭, જુનાગઢ મ્યુ. કોર્પોમાં ૯૭ અને રાજકોટ મ્યુ. કોર્પોમાં ૬૦ જેટલા ક્રિટીકલ બેડ સ્ટેન્ડ બાયમાં છે.
સગર્ભાઓ મહિલાઓ માટે સરકારે વિશેષ તૈયારી કરી
તારીખ ૧૫ જુનની સ્થિતિએ આઠ જિલ્લામાં કુલ ૨૩૩૯ જેટલી સગર્ભાઓ કે જેમની પ્રસુતિ નજીકના ૭ દિવસોમાં થવાની હોય તે નોંધાઇ હતી. જેમાંથી ૧૧૭૧ જેટલી સગર્ભાઓને હોસ્પિટલમાં શિફ્ટ કરવાની જરૂરિયાત જણાઇ હતી જેમાંથી ૧૧૪૮ જેટલી સગર્ભાઓને સફળતાપૂર્ણ આ હોસ્પિટલમાં પ્રસુતિ અર્થે શિફ્ટ કરવામાં આવી છે. આ ૧૧૩૮ જેટલી સગર્ભાઓમાંથી ૬૮૦ જેટલી પ્રસુતિ તારીખ ૧૫ જુનની સ્થિતીએ સફતાપૂર્ણ થઇ ગઇ છે.
વાવાઝોડાની સંભવિત અસરોથી પ્રભાવિત આઠ જિલ્લાના કુલ ૪૪ જેટલા ગામોને શિફ્ટ કરવામાં આવ્યા છે. આ તમામ આઠ જિલ્લામાં કાર્યરત થયેલ શેલ્ટર હાઉસમાં આરોગ્ય વિભાગ દ્વારા જરુરી તમામ આરોગ્ય સુવિધાઓ, હેલ્થકેર વર્કર્સ રાઉન્ડ ઘ ક્લોક તહેનાત કરવામાં આવ્યા છે. વધુમાં આ તમામ જિલ્લાઓમાં આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓની સારવાર માટે જરૂરી દવાઓનો , ઉપકરણોનો જથ્થો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલની પ્રક્રિયા શરુ
વાઝોડું બિપરજોય ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું છે. ગુજરાતમાં લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 12 km ની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે. વાવાઝોડું જખૌ પોર્ટ પર ગમે ત્યારે ટકરાશે. હાલમાં 115 થી 125 km ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જો કે, જેમ જેમ વાવાઝોડું આગળ વધશે તેમ તેમ હવનની ગતિ વધી શકે છે અને 140 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.