President Droupadi Murmu visits Gujarat: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ દેશની મહિલાઓને સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં રુચિ ધરાવતી મહિલાઓને મહત્વની ભેટ આપશે. ગુજરાત યુનિવર્સિટીના સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન કાઉન્સિલ સેન્ટરના નવા સહાસ એટલે કે હર સ્ટાર્ટ પ્રોગ્રામની શરૂઆત કરાવશે. મંગળવારે રાષ્ટ્રપતિ સ્ટાર્ટ પ્રોગ્રામને ડિજિટલ પ્લેટફોર્મ થકી દેશી મહિલાઓ માટે ખુલ્લો મુકશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા યુવાનો માટે સ્ટાર્ટઅપ પ્રોગ્રામ અમલી મૂક્યો હતો જેમાં મોટી સંખ્યામાં યુવાનો પોતાના આવડત અને કૌશલ્ય દ્વારા સંશોધિત કરવામાં આવેલ નવી બાબતોને લોકો વ્યવહારુ જીવનમાં કેવી રીતે ઉપયોગી સાબિત તે માટે કામ કરી રહ્યા છે, ત્યારે હવે ખાસ માત્ર મહિલાઓ કે જેઓ સ્ટાર્ટઅપ ક્ષેત્રે રુચિ ધરાવતી હોય અને જેમની પાસે નવા સંશોધનો અને વિચાર હોય તેમના માટે એક અલાયદી વ્યવસ્થા ઉભી થવા જઈ રહી છે. હર સ્ટાર્ટ નામના ડિજિટલ પ્લેટફોર્મ પર અને માત્ર ગુજરાત પરંતુ દેશભરની મહિલાઓ રજીસ્ટ્રેશન કરાવી શકશે. સાથે સાથે આ મહિલાઓ માટે ઇન્ફીબેશન સેન્ટર અને માર્ગદર્શન પણ મળશે જેના છે કે તેઓ તેમની પાસે રહેલ આવડત કૌશલ્ય પોતાના પગ પર કેવી રીતે ઉભા થઈ શકે તે માટેની તક આપવામાં આવશે.
જામનગરમાં સંગીતનાં વાજિંત્રો વગર ઉજવાય છે નવરાત્રી
છોટા કાશીનું બિરુદ પામેલા જામનગર શહેરમાં કેટલીક પ્રાચીન ગરબીઓ ચાલી રહી છે, જે પૈકીની જલાની જારની ગરબી 330 વર્ષથી નવરાત્રી ઉત્સવ ઊજવાય છે. જામનગર શહેરની પ્રાચીન ગરબી એટલે જલાની જારના ચોકની ગરબીને આજ દિવસ સુધી આધુનિકતાનો સ્પર્શ થયો નથી. લાઉડ-સ્પીકર કે સંગીતનાં વાજિંત્રો વગર માત્ર 'નોબત'ના તાલે માત્ર પુરુષો પરંપરાગત લાલ-પીળાં અને કેશરી અબોટિયાં પહેરી આ ગરબી રમે છે.
ઈશ્વર વિવાહ નિહાળવા એક લ્હાવો
આ ગરબીમાં 'ઈશ્વર વિવાહ' શરૂ થાય એટલે એકપણ ક્ષણના વિરામ વગર 3-30 કલાક સુધી સતત ગાવા અને રમવામાં આવે છે. અને આ ઈશ્વર વિવાહ નિહાળવા એક લ્હાવો પણ કહી શકાય તેવા છે, આ ગરબીમાં ચાંદી જડિત માતાનો મઢ તથા ચાંદી જડિત મા નવ દુર્ગાના પૂતળા સદીઓ પુરાણા છે.
સતત સાડાત્રણ કલાક સુધી ઈશ્વર વિવાહના ગાન સાથે ખેલૈયાઓ ગરબાની બોલાવે છે રમઝટ
અહી આદ્યકવિ દેવીદાસ રચિત 'ઈશ્વર વિવાહ' રમાય છે, જે સાંભળનાર શ્રોતાજનો એનો સાર સમજી શકે એ માટે એક પંક્તિ ચાર વખત ગાવામાં આવે છે. આ 'ઈશ્વર વિવાહ' જોવો અને ગાવો એ એક સ્મરણીય લહાવો છે, જેમાં એકપણ ક્ષણ વિના સતત સાડાત્રણ કલાક સુધી ઈશ્વર વિવાહના ગાન સાથે ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવે છે.