‘મહારાજ’ ફિલ્મને લઈ અમદાવાદમાં વિરોધ શરૂ થયો છે. વૈષ્ણવ સંપ્રદાયના આગેવાનો ગોસ્વામી હવેલીમાં એકત્ર થયા હતા અને વિરોધ કરી રહ્યા છે. ગાદીપતિ ગોસ્વામી રણછોડલાલજીની અધ્યક્ષતામાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઓટીટી પ્લેટફોર્મ પર આ ફિલ્મ રિલીઝ કરવાની તૈયારી હતી. જો કે ગુજરાત હાઇકોર્ટે ફિલ્મની રિલીઝ પર સ્ટે મુક્યો છે.


મહારાજ ફિલ્મનો અમદાવાદમાં વિરોધ કરાયો હતો. વૈષ્ણવ સંપ્રદાયની ગોસ્વામી હવેલી ખાતે ગાદીપતિ ગોસ્વામી રણછોડલાલજીની અધ્યક્ષતામાં વિરોધ કરાયો હતો. ધાર્મિક લાગણી દુભાયાના આરોપ સાથે વિરોધ કરાયો હતો. નવલકથા પરથી ફિલ્મ મહારાજ તૈયાર કરાઈ છે. ગઈકાલે જૂનાગઢમાં ફિલ્મનો વિરોધ કરાયો હતો. નોંધનીય છે કે જૂનાગઢ પૃષ્ટિ માર્ગ સંપ્રદાયના સંતો અને ભક્તોમાં ફિલ્મ મહારાજ સામે રોષ જોવા મળ્યો હતો. જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં યશરાજ ફિલ્મના ડાયરેક્ટર અને આ ફિલ્મના સંબંધિત લોકો વિરુદ્ધ ગુનો નોંધવા અરજી કરવામાં આવી છે.


"મહારાજ" ફિલ્મને રિલીઝ કરવા સામે આપ્યો વચગાળાનો મનાઇ હુકમ


અરજીની પ્રાથમિક સુનાવણી બાદ  હાઇકોર્ટે "મહારાજ" ફિલ્મને રિલીઝ કરવા સામે આપ્યો વચગાળાનો મનાઇ હુકમ કર્યો છે. ભગવાન શ્રીકૃષ્ણના ભકતો અને વલ્લભાચાર્યજીના અનુયાયીઓ તરફથી હાઇકોર્ટમાં અરજી કરાઈ છે.


મહારાજ ફિલ્મ મહારાજ બદનક્ષી કેસ ૧૮૬૨ પર આધારિત ફિલ્મ છે


પુષ્ટિમાર્ગ સંપ્રદાય તરફથી આક્ષેપભરી રજૂઆત કરાઇ હતી કે, મહારાજ ફિલ્મ એ મહારાજ બદનક્ષી કેસ ૧૮૬૨ પર આધારિત ફિલ્મ છે અને તેમાં વૈષ્ણવ-પુષ્ટિમાર્ગીય સંપ્રદાય અને હિન્દુ ધર્મની આસ્થા અને લાગણીને ઠેસ પહોંચાડતી વાતો અને ટિપ્પણીઓ, બાબતો રજૂ કરવામાં આવી છે. જેના કારણે જાહેર વ્યવસ્થાને વિપરીત અસરો થશે અને હિન્દુ ધર્મ સામે હિંસા ભડકાવવાની દહેશત છે.


જો ફિલ્મ રિલીઝ થાય તો હિન્દુઓની લાગણીને મોટો આઘાત પહોંચશે


મહારાજ બદનક્ષીનો કેસમાં ૧૮૬૨માં એ વખતે બોમ્બેની સુપ્રીમકોર્ટના અંગ્રેજ ન્યાયાધીશો દ્વારા હિન્દુ ધર્મની નિંદા કરતો અને ભગવાન શ્રીકૃષ્ણના ભકિતગીતો-સ્તોત્રો વિરૃધ્ધ નિંદાકારક ટિપ્પણી કરતો ચુકાદો આપ્યો હતો, તેના આધાર પર આ ફિલ્મ બનાવાઇ છે. જો ફિલ્મ રિલીઝ થાય તો હિન્દુઓની લાગણીને મોટો આઘાત પહોંચશે.


મહારાજ ફિલ્મ ઉપર ગુજરાત હાઈકોર્ટે હંગામી સ્ટે આપ્યો છે


તમને જણાવી દઈએ કે, આમિર ખાનના પુત્ર જુનેદ ખાન સ્ટારર મહારાજ ફિલ્મ ઉપર ગુજરાત હાઈકોર્ટે હંગામી સ્ટે આપ્યો છે. નેટફ્લિક્સ ઉપર ફિલ્મ આવતીકાલે રિલીઝ થવાની હતી. હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાય તેવી ફિલ્મ હોવાથી બજરંગ દળે પણ તેનો વિરોધ કર્યો હતો. સોશિયસ મીડિયા પોસ્ટ ઉપર મહારાજ ફિલ્મનો વિરોધ ટ્રેન્ડ કરી રહ્યો છે. નોંધનિય છે કે, યશરાજ ફિલ્મ્સ બેનરે મહારાજ ફિલ્મ બનાવી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા આમિર ખાનની ફિલ્મ પીકેને લઈને પણ વિવાદ સામે આવી ચૂકયો છે. હવે તેમના પુત્રની ફિલ્મ પણ વિવાદમાં ફસાઈ છે.