અમદાવાદ: ચોમાસાની શરુઆત થતા જ અનેક જગ્યાએ ભારે વરસાદી પડી રહ્યો છે. આ ઉપરાંત કેટલીક જગ્યાએ જાનહાનીના પણ સમાચાર છે. હાલમાં સિક્કિમના લાતુંગમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે જેમાં કેટલાક ગુજરાતીઓ ફસાયા છે.


આ અંગે સામે આવેલી વિગતો અનુસાર 8 જૂનના અમદાવાદથી ખાનગી ટ્રાવેલ્સમાં આ તમામ લોકો સિક્કિમ ગયા હતા. 3 દિવસથી કોઈ સંપર્ક ન થતા પરિવારજનોમાં ચિંતા વ્યાપી છે. અજય મોદી ટુર દ્વારા આ ગુજરાતીઓ સિક્કીમ ગયા હતા. આ અંગે જ્યારે ટ્રાવેલ એજન્સીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે માહિતી મળી કે, અજય મોદી હાલમાં ગુજરાત બહાર છે. 


જ્યારે આ મામલે અજય મોદી ટ્રાવેલ્સના ડાયરેક્ટર આલાપ મોદીએ એબીપીને જણાવ્યું કે,  ત્યાંની ઓથોરિટી સાથે મારી વાત થઈ છે. તમને જણાવી દઈઊએ કે, ગંગટોક,લાતુંગ આસપાસના પ્રદેશમાં મુસાફરી માટે તમામ મુસાફકોએ બુકીંગ કરાવ્યું હતું. વીસ જેટલા ગુજરાતીઓ કુદરતી હોનારતના કારણે ફસાયા હોવાથી પરિવારજનો ચિંતિત બન્યા છે. ત્રણ દિવસ અગાઉ આર્મીના જવાનના મોબાઈલ દ્વારા સંપર્ક થયો હોવાનો પરિવારજનોએ માહિતી આપી છે.


 






6ના મોત, 1200 પ્રવાસીઓ ફસાયા


તો બીજી તરફ સિક્કિમના મંગન જિલ્લામાં વાદળ ફાટવાના કારણે વરસાદ અને પૂરના કારણે છ લોકોના મોત થયા છે. બુધવારે રાત્રે અહીં 220.1 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો. રાજ્ય સરકારે આ માહિતી આપી છે. રાજ્યના પ્રવાસન વિભાગના જણાવ્યા અનુસાર, મંગન શહેરથી લગભગ 50 કિમી દૂર આવેલા લાચુંગ ગામમાં 1,200 થી વધુ સ્થાનિક પ્રવાસીઓ અને 15 વિદેશી નાગરિકો ફસાયેલા છે. વિદેશી નાગરિકોમાં 10 બાંગ્લાદેશના, 3 નેપાળના અને બે થાઈલેન્ડના છે.


મુખ્ય સચિવ વીબી પાઠકે હવામાન ચોખ્ખું હોય તો ફસાયેલા પ્રવાસીઓને હવાઈ માર્ગે બહાર કાઢવા માટે કેન્દ્ર સાથે વાતચીત શરૂ કરી છે. વૈકલ્પિક રીતે તેઓને માર્ગ દ્વારા બહાર કાઢવામાં આવશે. જો કે, કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવામાં એક સપ્તાહનો સમય લાગી શકે છે.


પાઠકે જણાવ્યું હતું કે, મંગન જિલ્લામાં ભૂસ્ખલનથી છ લોકોના મોત થયા છે. કેટલાક લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે. હાલમાં રાહત શિબિર બનાવવામાં આવી છે. રાજ્યએ અસરગ્રસ્ત પરિવારોને સહાય પૂરી પાડી છે. મંગન જિલ્લા વહીવટીતંત્રને ટૂંક સમયમાં જ રાહતની રકમ જાહેર કરવા સૂચના આપવામાં આવી છે.